- Sports
- વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ મેચમાં ગુજરાતે પહેલા બોલિંગમાં કમાલ કરી હતી. ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે બેટિંગમાં ટીમ માટે પોતાનો દમ દેખાડ્યો. સુંદર IPL 2025માં પોતાની પહેલી મેચ રમવા ઉતર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં સુંદર માત્ર 1 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. ગુજરાત તરફથી સુંદરે 29 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 49 રનની ઇનિંગ રમી હતી. તોફાની બેટિંગ કરનાર સુંદર 14મી ઓવરના પહેલા બૉલ પર અનિકેત વર્માના હાથે કેચ આઉટ થયો હતો. જોકે, હવે અનિકેતના આ કેચને લઈને હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, જ્યારે અનિકેતે ડાઇવ લગાવતા, જ્યારે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે બૉલ પહેલા જમીન પર લાગતો નજરે પડ્યો હતો.

જોકે, અનિકેતને તેની ખબર નહોતી. એવામાં મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલવામાં આવ્યો હતો. વીડિયો રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, બૉલ જમીન સાથે લાગી રહ્યો છે, પરંતુ તેમ છતા વોશિંગ્ટન સુંદરને આઉટ આપી દેવામાં આવ્યો. આ પ્રકારે તે આ સીઝનની પહેલી અડધી સદી ચૂકી ગયો.

જો આ મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ સામે ગુજરાત ટાઇટન્સનો દબદબો રહ્યો હતો. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બૉલિંગ કરતા ગુજરાતની ટીમે સનરાઇઝર્સને માત્ર 152 રનના સ્કોર પર રોકી દીધી હતી. એવામાં ગુજરાત સામે ધીમી પીચ પર ગુજરાતને સરળ લક્ષ્ય હતું. જો કે ગુજરાત માટે આ લક્ષ્યનો પીછો કરવો બિલકુલ સરળ નહોતું. ગુજરાતે પણ પોતાની પહેલી 2 વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ અને શુભમને મળીને મેચને ગુજરાત માટે એકતરફી બનાવી દીધી હતી.

શુભમન ગિલ પોતાની ટીમ માટે 43 બૉલમાં 61 રન બનાવીને પોતાની ટીમ માટે અણનમ રહ્યો હતો. આ સિવાય રધરફોર્ડે પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા મોહમ્મદ સિરાજે બોલિંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો.
Related Posts
Top News
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી
સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?
Opinion
