કોહલીએ નિવૃત્તિની અટકળો પર કહ્યું, કદાચ 4 વર્ષ પછી હોય શકે કે...

On

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી. ભારતની ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં કિંગ કોહલીએ પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વિરાટ કોહલીના ફોર્મ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, કારણ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેનું પ્રદર્શન સારું નહોતું. હવે કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. કોહલીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે હાલમાં નિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી અને રમતનો આનંદ માણી રહ્યો છે. તેની અંદર હજુ પણ સ્પર્ધાત્મક ભાવના સંપૂર્ણપણે અકબંધ છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી કેપ્ટન રોહિત શર્માએ પણ કોહલીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓને નકારી કાઢી હતી.

Virat-Kohli
ndtv.in

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, તેણે એક વખત રાહુલ દ્રવિડ સાથે નિવૃત્તિના યોગ્ય સમય વિશે ચર્ચા કરી હતી, જે તેની કારકિર્દીના અંતિમ તબક્કા માટે આયોજિત અભિગમ સૂચવે છે. દ્રવિડે કોહલીને ફક્ત સલાહ આપી કે, તે હાલમાં પોતાના જીવનમાં ક્યાં છે તે શોધે. કોહલીએ સંકેત આપ્યો છે કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-2025 ઓસ્ટ્રેલિયાનો તેમનો છેલ્લો પ્રવાસ હતો અને તે કદાચ 4 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરી શકે.

વિરાટ કોહલીએ 'RCB ઇનોવેશન લેબ' ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટ દરમિયાન કહ્યું, 'તાજેતરનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ મારા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો. હોય શકે કે ચાર વર્ષ પછી હું કદાચ ફરી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરી શકું. મારી પાસે તેને સુધારવાની કોઈ તક નથી. તેથી તમારા જીવનમાં જે કંઈ પણ બન્યું છે, તમારે તેને સ્વીકારવું પડશે. 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસનો હિસાબ મેં 2018માં બરાબર કરી દીધો, કારણ કે મને તે કરવાની તક મળી હતી.'

Virat-Kohli1
msn.com

વિરાટ કોહલી કહે છે, જ્યારે તમે બહારથી નિરાશા વિશે વિચારવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા પર વધુ બોજ નાખવાનું શરૂ કરો છો. ઓસ્ટ્રેલિયામાં મેં આનો અનુભવ કર્યો હતો અને પહેલી ટેસ્ટમાં મેં સારો સ્કોર કર્યો હતો. મેં વિચાર્યું કે ચાલો, જઈએ. મારા માટે બીજી એક મોટી શ્રેણી બનવા જઈ રહી છે. પણ આવું ન થયું.

વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'ગભરાશો નહીં. હું કોઈ જાહેરાત કરી રહ્યો નથી. અત્યાર સુધી બધું બરાબર છે. મને હજુ પણ રમવાનો શોખ છે. તે મોટે ભાગે આનંદ, સ્પર્ધાત્મક ભાવના અને રમત પ્રત્યેના પ્રેમ પર આધાર રાખે છે. જ્યાં સુધી એવું છે, હું રમવાનું ચાલુ રાખીશ. જેમ મેં આજે કહ્યું, હું કોઈ સિદ્ધિ માટે રમતો નથી.'

Virat-Kohli3
thephotonnews.com

તેણે કહ્યું, 'તમે જાણો છો કે સ્પર્ધાત્મક ભાવના તમને નિવૃત્તિના પ્રશ્નનો જવાબ શોધવા દેતી નથી. આ અંગે રાહુલ દ્રવિડ સાથે મારી ખૂબ જ રસપ્રદ વાતચીત થઈ. તેમણે મને કહ્યું કે, તમારા જીવનમાં તમે ક્યાં છો તે શોધો અને જવાબ એટલો સરળ નથી. હોય શકે કે કદાચ તમે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને તમને લાગે છે કે બસ આટલું જ. પણ એવું કદાચ ન પણ હોય. પણ જ્યારે સમય આવશે, ત્યારે મારી સ્પર્ધાત્મક ભાવના મને તે સ્વીકારવા દેશે નહીં.'

36 વર્ષીય વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'કદાચ વધુ એક મહિનો. કદાચ વધુ છ મહિના. તેથી મને લાગે છે કે તે એક સારું સંતુલન છે. મારા જીવનના આ સમયે હું ખૂબ જ ખુશહાલી મહેસુસ કરી રહ્યો છું. હું મારી ઉર્જાને યોગ્ય જગ્યાએ મૂકવા માંગુ છું. હવે આ માટે ઘણી મહેનતની જરૂર છે અને જેઓ લાંબા સમયથી રમી રહ્યા છે તેઓ આ સમજે છે. તમે 30 વર્ષની ઉંમર પછી એટલા બધા કામો કરી શકતા નથી જેટલા તમે 20 વર્ષની ઉંમરે કરી શકો છો. હું પણ મારા જીવનના થોડા અલગ તબક્કામાં છું. મને લાગે છે કે તે એક કુદરતી પ્રગતિ છે. મને વિશ્વાસ છે કે, યુવા ખેલાડીઓ પણ આ સ્તર સુધી પહોંચશે. પણ હવે મારી અંદરની ઉર્જાથી હું ખૂબ જ શાંતિ અનુભવી રહ્યો છું.'

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati