કંઈ પીચ પર રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ? કયા પ્રશ્ન પર રોહિત થયો ગુસ્સે

On

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ મંગળવારે (4 માર્ચ) દુબઈમાં રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે.

આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાને આનો ફાયદો મળી રહ્યો હોવાના આરોપો લાગ્યા છે. આ આરોપો પર કેપ્ટન રોહિત ગુસ્સે ભરાયો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ઇનકાર કર્યો છે. આ સાથે, આ સેમિફાઇનલ મેચ કઈ પીચ પર રમાશે તે અંગે પણ એક નિવેદન આપવામાં આવ્યું છે.

Champions Trophy 2025 Semi Final 1
abplive.com

રોહિત શર્માએ એ ધારણાને નકારી કાઢી હતી કે, ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ દુબઈમાં રમવાને કારણે તેમની ટીમને ફાયદો થઈ રહ્યો છે. તેણે કહ્યું કે, આ તેનું હોમ ગ્રાઉન્ડ નથી અને આ પિચ તરફથી તેની ટીમને અલગ અલગ પડકારો મળ્યા છે.

પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું છે કે, બધી મેચો એક જ સ્થળે રમવાથી ભારતને અન્ય ટીમો કરતાં પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે અનુકૂળતા રહેવામાં મદદ મળી છે.

રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'દર વખતે જ્યારે પિચ એક અલગ પ્રકારનો પડકાર લઈને આવે છે. અમે અહીં ત્રણ મેચ રમ્યા છીએ અને ત્રણેય મેચમાં પિચનું સ્વરૂપ અલગ રહ્યું છે. આ અમારું હોમગ્રાઉન્ડ નથી, આ દુબઈ છે. અમે અહીં આટલી બધી મેચ રમ્યા પણ નથી. આ અમારા માટે પણ નવું છે.'

Champions Trophy 2025 Semi Final 1
hindi.thesportstak.com

તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ પહેલા તેમની ટીમે પરિસ્થિતિઓને અનુરૂપ થવું પડશે. તેમણે કહ્યું, 'અહીં ચાર કે પાંચ પિચનો ઉપયોગ થઈ રહ્યો છે. મને ખબર નથી કે સેમિફાઇનલમાં કઈ પિચ પર રમવાનું હશે. પણ ગમે તે હોય, અમારે તેને અનુરૂપ બનવું પડશે અને તેના પર રમવું પડશે.'

ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ મેચનું ઉદાહરણ આપતા રોહિતે કહ્યું, 'અમે જોયું કે જ્યારે બોલરો બોલિંગ કરી રહ્યા હતા અને બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. પહેલી બે મેચમાં આવું નહોતું થયું. છેલ્લી મેચમાં અમે જોયું કે અમને એટલી બધી સ્પિન મળી રહી નહોતી. તેથી, અલગ અલગ પીચો પર અલગ અલગ પડકારો હોય છે. અમને ખબર નથી કે પિચ કેવી હશે કે કેવી રહેશે.'

ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારત પરના દબાણને નકારી કાઢતા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, બંને ટીમો જીતવા માટે સમાન દબાણ હેઠળ હશે. 2011ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલ પછી ભારતે ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું નથી.

Champions Trophy 2025 Semi Final 1
hindi.cricketaddictor.com

રોહિતે કહ્યું, 'ઓસ્ટ્રેલિયા એક શાનદાર ટીમ છે. અમે વિરોધી ટીમને અને તેઓ કેવી રીતે રમે છે તે સમજીએ છીએ. અમે છેલ્લી ત્રણ મેચોમાં જે વલણ અપનાવ્યું છે તે વલણ સાથે જ રમવું પડશે.'

તેણે કહ્યું, 'અમે અપેક્ષા રાખીએ છીએ કે, સેમિફાઇનલ ખૂબ જ પડકારજનક હશે, પરંતુ આજકાલ તે આ રીતે રમાય છે અને તે સેમિફાઇનલ છે. બંને ટીમો પર જીતવાનું દબાણ રહેશે.' રોહિતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા તરફથી મુશ્કેલ પડકાર મળશે, પરંતુ તેની ટીમ તેનો સામનો કરવા સક્ષમ છે.

Related Posts

Top News

વિધાનસભા પ્રાંગણમાં હોળી રમનારા ધારાસભ્યો પાસે આશા રાખીએ કે મતદારોના જીવનમાં પણ આનંદના રંગો પૂરજો

હોળી એટલે રંગોનો તહેવાર, પ્રેમનો તહેવાર અને એકબીજા સાથે આનંદ વહેંચવાનો અવસર. આ વર્ષે ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આપણે જોયું કે...
Gujarat 
વિધાનસભા પ્રાંગણમાં હોળી રમનારા ધારાસભ્યો પાસે આશા રાખીએ કે મતદારોના જીવનમાં પણ આનંદના રંગો પૂરજો

સુરત મેટ્રોનું કામ હવે આ વર્ષમાં પૂરું થશે, Khabarchheમાં સીરિઝ ચાલી હતી

ગુજરાતનું અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khaberchhe.Com હમેંશા લોકોના પ્રશ્નોને વાચા આપતું રહે છે અને નીડરતપૂર્વક પત્રકારત્વ કરે છે. તાજેતરમાં અમે સુરત...
Gujarat 
સુરત મેટ્રોનું કામ હવે આ વર્ષમાં પૂરું થશે, Khabarchheમાં સીરિઝ ચાલી હતી

'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીતનું સેલિબ્રેશન આખા દેશમાં અડધી રાત સુધી મનાવાતું રહ્યું. આ દરમિયાન, બરેલવી મૌલાના શહાબુદ્દીન...
National  Sports 
'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે

Zee બિઝનેસ ન્યૂઝના એક અહેવાલમાં બ્રોકરેજ હાઉસ પી. એ. કેપિટલના માધ્યમથી કહેવાયું છે કે, 8 શેરોમાં ખરીદી કરવાથી રોકાણકારોને...
Business 
શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati