સાક્ષી મહારાજે ફટાકડાને લઇ કરી દિવાળી અને બકરી ઇદની તુલના

બીજેપી નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવાર વિવાદિત બયાન કરીને વિવાદ ઉભો કર્યો છે.કોરોના સંક્રમણને કારણે હોમ કવોરેન્ટાઇન થયેલા સાક્ષી મહારાજે ફેસબુક પર બકરી ઇદને લઇને વિવાદીત ટીપ્પ્ણી કરી છે. સાંસદ સાક્ષી મહારાજે દિવાળીમાં આતશબાજીને લઇને ઉભી થનારી બબાલ માટે ફેસબુક પર પોસ્ટ કરી છે.

સાક્ષી મહારાજે ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે જે વર્ષે બકરા વગર બકરી ઇદ મનાવાશે તે વર્ષથી દિવાળી ફટાકડા વગર મનાવવામાં આવશે.સાક્ષી મહારાજ ભાજપમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે અને તેમણે અનેક વિવાદો ઉભા કર્યા છે.

ફેસબુક પર પ્રદુષણને કારણે ફટાકડા નહીં ફોડવાના સંદેશા સામે સાંસદ સાક્ષી મહારાજ લાલઘુમ થયા હતા.તેમણે કમેન્ટમાં લખ્યુ કે જે દિવસે વગર બકરાએ બકરી ઇદ મનાવવામાં આવશે એ દિવસથી દેશમાં ફટાકડાં વગર દિવાળી મનાવાશે.સાક્ષી મહારાજે કહ્યું કે પ્રદુષણના નામે ફટાકડાને લઇને વધારે જ્ઞાન થોપવાની જરૂર નથી.

ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ આ પહેલાં પણ અનેક વખત વિવાદીત ટીપ્પ્ણીઓ કરી ચુકયા છે.જેને કારણે તેઓ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. ભાજપમાં સાક્ષી મહારાજની ગણતરી એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે કરવામાં આવે છે. હાલમાં સાક્ષી મહારાજ કોરોનાથી સંક્રમિત થયા છે અને દિલ્હીમાં હોમ કવોરેન્ટાઇન છે.આ દરમ્યાન તેમણે ફેસબુક પર દિવાળી અને બકરી ઇદની તુલના કરી નાંખી. તેમણે ફટાકડાને કારણે થતા પ્રદુષણ પર વધારે જ્ઞાન નહીં આપવા લોકોને અનુરોધ કર્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ  જે રાજયોમાં પુઅર એર કવોલિટી છે ત્યાં 30મી નવેમ્બર સુધી ફટાંકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. એનજીટીએ દિલ્હી, ઓડીસા, સિક્કીમ સહિત 24 રાજયોમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. એનજીટીનું કહેવું છે કે પુઅર એરકવોલીટમાં ફટાંકડા ફોડવાથી પ્રદુષણ વધશે અને કોવિડ-19 પેશન્ટને માટે મુશ્કેલી ઉભી થશે. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી દેશભરના હિંદુઓમાં નારાજગી ફેલાઇ ગઇ છે, કારણ કે દિવાળીએ હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને કોરાના કાળમાં ઘણાં તહેવારો હિંદુઓ ઉજવી શકયા નથી ત્યારે ફટાકડા વગરની દિવાળી કેવી રીતે ઉજવવી એ બાબતે હિંદુઓ ચિંતા વ્યકત કરી રહ્યા છે.

Related Posts

Top News

‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલના દિવસોમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં માન્ચેસ્ટરમાં તેમણે શનિવારે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું....
World  Politics 
‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-04-2025 દિવસ: શનિવાર મેષ: ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કાર્યસ્થળ પર તમારે તમારા દુશ્મનો વિશે ચિંતા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

સુરત પોલીસે એક સરાહનીય કામ કર્યું છે.10 કલાકથી ગુમ 8 વર્ષની બાળકીને ડ્રોન ટેક્નોલોજીની મદદથી 45 મિનિટમાં જ શોધી...
Gujarat 
8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા

પંજાબના ભટિંડામાં વરિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવામાં આવી છે. કારમાંથી ડ્રગ્સ મળી આવ્યા પછી પોલીસે...
National 
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.