સુરતની કંપનીનો IPO આવી રહ્યો છે, લોન આપવાનું કરે છે કામ

On

IBL ફાઇનાન્સ લિમિટેડનો 9મી જાન્યુઆરીના રોજ આઇપીઓ ખુલશે અને અને 11મીએ બંધ થશે. કંપની દ્વારા પ્રતિ શેર 51 રૂપિયા પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે અને 2000ના લોટમાં શેરની ખરીદી કરી શકાશે.

ઓગસ્ટ 2017માં સ્થાપિત, IBL ફાઇનાન્સ લિમિટેડએ ફિનટેક આધારિત નાણાકીય સેવાઓનું પ્લેટફોર્મ છે, જે ધિરાણને સરળ અને ઝડપી બનાવવા માટે ટેક્નોલોજી અને ડેટા સાયન્સનો ઉપયોગ કરે છે. IBL ફાઇનાન્સ એ એક મોબાઇલ એપ્લિકેશન થકી સેવાઓ આપે છે જે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા રૂ. 50,000 સુધીની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન ઓફર કરે છે. જે લોન માત્ર ૩ મિનિટની અંદર મંજૂર થઈ શકે છે. કંપનીએ કંટાળાજનક પરંપરાગત ધિરાણ પ્રક્રિયામાં ક્રાંતિ લાવી છે. જેને અંતર્ગત ભૌતિક ઉપલબ્ધતા, ઘણા બધા કાગળની ઝંઝટમાંથી મુક્તિ આપવી છે. ગ્રાહક IBL ફાઇનાન્સ એપ્લિકેશન ડાઉનલોડ થકી એક સરળ માર્ગદર્શિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે અને મિનિટોમાં જરૂરી રકમનું વિતરણ મેળવી શકે છે. 31 માર્ચ, 2023 સુધીમાં કંપનીએ ₹. 71.05 કરોડની રકમની 1,63,282 વ્યક્તિગત લોનનું વિતરણ કર્યું છે. 2023માં IBL ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્લિકેશનમાં 381,156 લોગિન હતા. કંપની દ્વારા આપવામાં આવતી માહિતી ગ્રાહકો સરળતાથી સમજ શકે તેની ખાતરી કરવા માટે ભાષાને સરળ અને સંક્ષિપ્ત રાખેલ છે. ઓગસ્ટ 2023 સુધીમાં કંપનીની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં 7 શાખાઓ ધરાવે છે.

હવે કંપની શેર બજારમાં આઈપીઓની જાહેરાત સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ઈશ્યુ 9મી જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11મી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ઇશ્યુમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યૂનતમ રકમ રૂ.1,02,000 છે જેના માટે ઓછામાં ઓછા 2000 શેરની અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કંપની NSE પ્લેટફોર્મ પર તેનો ઈશ્યુ લઈને આવી રહી છે. ફેડેક્સ સિક્યુરીટીઝ પ્રાઈવેટ લિમિટેડને ઈશ્યુ માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ઈશ્યુ માળખું રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા 65,50,000 શેરનો ઈશ્યુ ₹.41ના પ્રિમીયમ સાથે રૂ.51 પ્રતિશેરના ફિક્સ ભાવ પર ઓફર કરી રહી છે. કુલ ઈશ્યૂમાં પબ્લિક માટેના હિસ્સામાં 50 ટકા શેર રીટેઈલ અને 50 ટકા એચએનઆઈ રોકાણકારો માટે આરક્ષિત છે. માર્કેટ મેકર માટે કુલ ઈશ્યુના 5 ટકા શેર આરક્ષિત છે. ઈશ્યુ પૂર્વે કંપનીની પેઈડ-અપ કેપિટલ 18.18 કરોડ છે જે ઈશ્યુ બાદ વધીને 24.73 કરોડ થશે. ઈશ્યુ પૂર્વે ચોપડે રૂ.11.39 કરોડના રિઝર્વ ભંડોળ છે જે ઈશ્યુ બાદ વધીને ₹38.96 કરોડ થશે. ઈશ્યુ પૂર્વે પ્રમોટર કંપનીમાં 85.55 હિસ્સો ધરાવે છે. ઈસ્યુ થકી મળેલા કુલ ભંડોળનો ઉપયોગ કંપની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને કંપનીના ટાયર - 1 મૂડી આધારને વધારવા અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ખર્ચ કરશે. કંપનીના નાણાકીય રેશિયો જોવા મળી રહી છે અને સામે એનપીએમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોખ્ખો નફો પાછલા વર્ષના 42.73 લાખથી વધીને 1.92 કરોડ થયેલ છે. કંપનીને ઈશ્યુ થકી મળેલા ભંડોળને પગલે મૂડી આધારમાં વધારો થશે જેને લીધે વધુ મોટી લોન બૂક વૃદ્ધિ અપેક્ષિત છે.

 

 

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati