- Business
- શેરબજારમાં તોફાની તેજીના 5 કારણો, શું સારા દિવસો પાછા આવી ગયા?
શેરબજારમાં તોફાની તેજીના 5 કારણો, શું સારા દિવસો પાછા આવી ગયા?

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. માત્ર 4 દિવસમાં, સેન્સેક્સ 2.97 ટકા અથવા 2190 પોઈન્ટ વધીને 76,082.68 પર પહોંચી ગયો છે. બીજી તરફ, નિફ્ટી 714 પોઈન્ટ અથવા 3.19 ટકા વધીને 23,112.15 પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, બેંક નિફ્ટી અને અન્ય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, જો કોઈ નકારાત્મક સમાચાર ન આવે તો આ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. જોકે, રોકાણકારોમાં હજુ પણ ભયનો માહોલ છવાયેલો છે. ચાલો જાણી લઈએ તે પાંચ મુદ્દા વિશે, કે જે બજારમાં તેજીનો સંકેત આપી રહ્યા છે.

છેલ્લા મહિનામાં, છૂટક ફુગાવો 3.6 ટકાના 7 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. જે RBIની મર્યાદા કરતા ઘણું ઓછું છે. ફુગાવામાં ઘટાડો થવાનો મતલબ વપરાશમાં વધારો થવો. આ ઉપરાંત, લોકોના ખિસ્સામાં વધુ પૈસા બચશે, જે બજાર માટે સારા સંકેતો આપી રહ્યા છે. ખાદ્ય ફુગાવાનો દર પણ જાન્યુઆરીની સરખામણીમાં 185 બેસિસ પોઈન્ટ ઘટીને 3.84 ટકા થયો છે. શાકભાજીના ભાવ પણ ઘટ્યા છે.
ફુગાવામાં ઘટાડો થવાથી, કેન્દ્રીય બેંક ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે, જેથી લોકો માટે લોન પર વ્યાજ દર ઓછો થાય. રેપો રેટમાં ઘટાડો થવાથી વપરાશ અને રોકડ પ્રવાહમાં પણ વધારો થશે.

ઉત્પાદન ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે, આ વર્ષે જાન્યુઆરીમાં દેશના ઉદ્યોગ ઉત્પાદન (IIP)માં 5 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2024માં ઉદ્યોગ ઉત્પાદન સૂચકાંકના સંદર્ભમાં માપવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો. સત્તાવાર માહિતી અનુસાર, સરકારે ડિસેમ્બર 2024માં 3.2 ટકા વૃદ્ધિના કામચલાઉ અંદાજમાં સુધારો કર્યો છે, જે હવે 3.5 ટકા કરવામાં આવ્યો છે. આ પણ બજાર માટે એક સારો સંકેત છે.
ભારતીય સ્ટેટ બેંક (SBI)ના એક અહેવાલમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં દેશના આર્થિક સૂચકાંકોનો ઉલ્લેખ કરીને એવું કહેવામાં આવ્યું છે કે, જો ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો તે દેશની પ્રગતિને વધુ ટેકો આપી શકે છે. આ અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં ભારતની અર્થવ્યવસ્થાએ ઘણા મોરચે સારું પ્રદર્શન કર્યું છે.

અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો ભારતીય શેરબજાર માટે પણ સારો સાબિત થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે. જો ડૉલર ઇન્ડેક્સ ઘટશે, તો તે ભારતીય રૂપિયાને મજબૂત બનાવશે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ વધુ વધશે. આનાથી ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર પડશે.
નોંધ: કોઈપણ શેરમાં તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમે તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.
Related Posts
Top News
રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિના 29 હજાર નકલી ખાતામાં 7 કરોડ ટ્રાન્સફર, કેસ નોંધાયો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા!
વિશ્વની સૌથી મોટી T20 લીગ IPLમાં થશે આ 5 ફેરફારો; DRS, ઈમ્પેક્ટ ખેલાડી અને...
Opinion
36.jpg)