- Entertainment
- 'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ

સોની T.V.ની લોકપ્રિય સીરિયલ 'CID' દરેકને પસંદ આવે છે. તેમાં બતાવવામાં આવેલી કહાની અને તેના પાત્રો દરેક સાથે ખૂબ જોડાયેલા છે. પરંતુ હવે સીરિયલથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે સાંભળીને ફેંસ કદાચ ચોંકી શકે છે. CIDના લોકપ્રિય પાત્ર ACP પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમની સફર શૉમાં પૂરી થવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ આગામી કેટલાક એપિસોડમાં શિવાજી સાટમના પાત્રનું બ્લાસ્ટમાં મોત થઈ જશે.
એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આગામી એપિસોડમાં બરબોસા, જેનું પાત્ર તિગ્માંશુ ધુલિયા ભજવી રહ્યો છે, તે 'CID'ની ટીમને મારવા માટે બોમ્બ પ્લાન્ટ કરે છે, જેમાં બાકીના તમામ સભ્યો બચી જાય છે, પરંતુ ACP પ્રદ્યુમન જીવ ગુમાવે છે. તિગ્માંશુ તાજેતરમાં જ આ શૉમાં લગભગ 6 વર્ષ બાદ પ્રખ્યાત આઈ ગેંગ લીડર બરબોસાની ભૂમિકા ભજવી રહ્યો છે. જાણકારો મુજબ, 'શૉની ટીમે તાજેતરમાં એપિસોડ શૂટ કર્યો છે, જે થોડા દિવસો બાદ ઓન-એર થઇ જશે. અત્યાર સુધી, એપિસોડ સંબંધિત વધુ જાણકારી મળી શકી નથી કેમ કે શૉના મેકર્સ તેને ફેન્સ માટે મોટા ઝટકા તરીકે રાખવા માગે છે.

'CID' શૉમાં ACP પ્રદ્યુમનનું પાત્ર લોકોના દિલની ખૂબ જ નજીક છે અને તેમના મોતનું ટ્વીસ્ટ ખૂબ મોટું થવાનું છે. નોંધનીય છે કે, શૉમાં જે પણ પાત્રનું મોત બતાવવામાં આવ્યું છે, તેઓ થોડા સમય બાદ પાછા આવ્યા છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે શૉના મેકર્સની ACP પ્રદ્યુમનને જલદી પાછા લાવવાની કોઈ યોજના નથી. તેઓ આ વાતનો નિર્ણય ત્યારે કરશે, જ્યારે દર્શકો આ ટ્વીસ્ટ જોશે અને પછી પોતાનું ફિડબેક આપશે, તે મુજબ કરવાના છે.
થોડા સમય અગાઉ, એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં, શિવાજી સાટમે તેમના શૉની લોકપ્રિયતા પર વાત કરી હતી. તેમનો શૉ વર્ષ 1998માં લોન્ચ થયો હતો અને વર્ષ 2018 સુધી સતત ઓન-એર રહ્યો હતો. એક્ટરે કહ્યું કે, 'ઘણા લોકો, ખાસ કરીને નવી પેઢીએ હંમેશાં પોતાના જીવનમાં અસલી હીરો બાબતે વિચાર્યું છે. પોલીસ અધિકારીઓ એ લોકોમાંથી એક છે, જેમને આપણે જોઈએ છીએ અને તેમના જેવા બનવાની ઈચ્છા રાખીએ છીએ. તો જ્યારે તમે તેમની કહાનીઓ સ્ક્રીન પર જુઓ છો, જે વાસ્તવિક જિંદગી કરતા ખૂબ ઉપર અને મોટી હોય છે, તેને જોવાની ખૂબ મજા આવે છે. સાથે જ, અમારા પાત્રો માણસ છે, કોઈ સુપરહીરો નથી. તેઓ હવામાં છલાંગ નથી લગાવતા, ન તો કૂદે છે. પરંતુ તેઓ બધા તેમના કામમાં બેસ્ટ છે.

CID ડિસેમ્બર 2024માં ફરીથી સોની ટીવી પર ઓન-એર કરવામાં આવ્યો હતો. આ શૉ હાલમાં નેટફ્લિક્સ પર પણ સ્ટ્રીમ થઈ રહ્યો છે. તેની સાથે, મેકર્સ તેનું એનિમેટેડ વર્ઝન 'CID સ્ક્વોડ- નવા યુગની નવી CID' પણ લાવ્યા હતા, જેને બાળકોએ ખૂબ પસંદ કર્યું હતું.
Related Posts
Top News
મુઘલના અંતિમ શાસકની પપૌત્રવધુને આજે ખાવા ખાવાના ફાંફા છે
'એ સં શી' અને 'યુટી' શું છે? શિવસેનાના બંને જૂથો વચ્ચેના યુદ્ધે રસપ્રદ નવો વળાંક લીધો
જીતો સુરત દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે
Opinion
