- National
- ના-ના, પહેલા તમે! જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 'ગોડમધર' માટે પ્રોટોકોલ તોડ્યો
ના-ના, પહેલા તમે! જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 'ગોડમધર' માટે પ્રોટોકોલ તોડ્યો

એક જહાજના ઔપચારિક લોન્ચિંગ અને નામકરણ સમારોહમાં એક ગોડમધર હાજર રહેતી હોય છે. આ એક પરંપરા છે, જે ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. તાજેતરમાં મુંબઈમાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. વેપારી જહાજ આલ્બર્ટ માર્સ્કના નામકરણ દરમિયાન, એક એવો ક્ષણ આવ્યો જ્યારે 'તમે પહેલા, નહીં...નહીં, તમે પહેલા' એવું દૃશ્ય ઉભું થયું હતું. અંતે, પરંપરા, પ્રોટોકોલથી આગળ નીકળી ગઈ હતી.
ખરેખર, બન્યું એવું કે, આ કાર્યક્રમમાં મોદી સરકારના બે મંત્રીઓ હાજર હતા. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ તેમજ રમતગમત અને યુવા બાબતોના રાજ્યમંત્રી રક્ષા ખડસે સમારોહમાં હાજર રહ્યા હતા. જ્યારે મંત્રીઓનું સન્માન કરવાનો સમય આવ્યો, ત્યારે પ્રોટોકોલ મુજબ, કેન્દ્રીય મંત્રી સોનોવાલનો વારો પહેલા આવવાનો હતો, પરંતુ તેમણે જોર આપીને આગ્રહ રાખ્યો કે રક્ષા ખડસેનું સન્માન પહેલા થવું જોઈએ.

ખરેખર, રક્ષા ખડસેને આ જહાજની ગોડમધર જાહેર કરવામાં આવી છે. રક્ષા ખડસે શરૂઆતમાં સન્માનિત થવાનો ઇનકાર કરી રહ્યા હતા, કારણ કે તે પ્રોટોકોલની વિરુદ્ધ હતું, પરંતુ કેન્દ્રીય મંત્રી સોનોવાલ 'ગોડમધર'ના મહત્વને મહાન માનતા હતા. અંતે, સોનોવાલે ભાર મૂક્યો કે, દરિયાઈ પરંપરા મુજબ, દરેક જહાજની એક ગોડમધર હોય છે, જે જહાજના સમગ્ર જીવન દરમિયાન ગોડમધર બની રહે છે. આવી સ્થિતિમાં, રક્ષા ખડસેનું પહેલા સન્માન થવું જોઈએ.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સર્બાનંદ સોનોવાલે વારંવાર આગ્રહ કર્યા પછી, મંત્રી રક્ષા ખડસે પણ સંમત થયા અને મેરીટાઇમ કન્વેન્શનની પરંપરા માટે પ્રોટોકોલ તોડી નાખવામાં આવ્યો.

પરંપરાગત રીતે, વહાણની ગોડમધર એક મહિલા હોય છે, જેને નવા જહાજને પ્રાયોજિત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ રાજવી પરિવારમાંથી કોઈ સભ્ય હોઈ શકે છે અથવા કોઈ અન્ય મોટી વ્યક્તિત્વ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, સ્ત્રીની શક્તિ ભવિષ્યની યાત્રાઓ માટે સારા નસીબ અને રક્ષણ પ્રદાન કરે છે.
'આલ્બર્ટ માર્સ્ક' 18 મોટા ડ્યુઅલ-ફ્યુઅલ મિથેનોલ જહાજોની શ્રેણીનો એક ભાગ છે. તેનું ઉત્પાદન દક્ષિણ કોરિયાના ઉલ્સાનમાં હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું છે. આ જહાજ 16,592 સ્ટાન્ડર્ડ કન્ટેનર લઈ જઈ શકે છે. ડ્યુઅલ ફ્યુઅલ ફ્લીટનો ઉદ્દેશ 2040 સુધીમાં શૂન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હાંસલ કરવાનો છે.
Related Posts
Top News
સતત હાર પછી પણ કોંગ્રેસ કરી રહી છે મોટા પાયે ફેરફારો!, જાણો રાહુલ-ખડગેનો આગળનો પ્લાન
બકરીનું બચ્ચુ કોનું? પોલીસ સ્ટેશનમાં બકરીનું દૂધ પીવડાવીને કેસનું સમાધાન કરાવ્યું, જાણો આખો મામલો
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
