- Entertainment
- કંગના માટે છોકરો શોધી રહ્યો છે અર્જૂન, બોલ્યો- કંગના માટે કોણ યોગ્ય છે જાણું છું
કંગના માટે છોકરો શોધી રહ્યો છે અર્જૂન, બોલ્યો- કંગના માટે કોણ યોગ્ય છે જાણું છું

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત હાલના દિવસોમાં કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં જ હોય છે. હાલમાં જ તેની ફિલ્મના કારણે તે ચર્ચામાં છે. હાલમાં ‘તેજસ’ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો નીડર સ્વભાવ દેખાઇ આવે છે. એક ઇન્ટરવ્યૂમાં કંગના રણૌતે કહ્યું હતું કે, તેના કો સ્ટાર અર્જૂન રામપાલ પણ એટલો જ વિવાદાસ્પદ છે, જેટલી તે છે. જોકે, એ વાત અલગ છે કે, તેમની જેમ અર્જૂન રામપાલ ચર્ચામાં નથી આવતો. અર્જૂન પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપતો જ રહે છે.
RJ સિદ્ધાર્થ કનનની સાથે કંગના રણૌતનું કહેવું છે કે, એ સોસાયટી જ છે કે જે અર્જૂનના નિવેદનો પર ધ્યાન નથી આપતી. અર્જૂન પણ ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપે છે. કંગનાએ ખુલાસો કર્યો હતો કે અર્જૂન રામપાલે એક લીડિંગ ફિલ્મ મેકરને નોઝ ટ્રિમર ભેટ આપ્યું હતું, કારણ કે ફિલ્મ મેકરના નોઝ હેર જોઇને અર્જૂનને ખરાબ લાગી રહ્યું હતું. કંગનાનું કહેવું છે કે, અર્જૂન ગમે ત્યારે કંઇ પણ કરી શકે છે.
કંગના કહે છે કે, અર્જૂન તેને ઘણો ધાકડ અને વિવાદાસ્પદ લાગે છે. અર્જૂન જે કરવા માંગે છે, તે કરીને રહે છે. પણ અર્જૂન વિશે કદી કોઇ ખરાબ નથી છાપતું. આ મુદ્દે અર્જૂને રિપ્લાય આપતા કહ્યું હતું કે, હું પ્રેમથી બોલું છું અને કંગના થોડા ધાકડ સ્ટાઇલમાં બોલે છે. સાંભળવા મળ્યું છે કે, અર્જૂન આજકાલ કંગના માટે એક સારો છોકરો શોધી રહ્યો છે. અર્જૂનનું કહેવું છે કે, કંગના એક ઘણી સારી એક્ટ્રેસ છે. તે ભગવાનથી ડરે છે અને યોગા કરે છે. હું કંગનાને જેટલી જાણું છું તેટલું ઇન્ડસ્ટ્રીમાં કોઇ નથી જાણતું. હું તો એ પણ કહી શકું છું કે કંગના માટે કોણ યોગ્ય છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
30 દિવસથી વધુ રોકવાના હોવ તો હમણા જ નીકળી જાઓ, નહીં તો જેલ! ટ્રમ્પ સરકારની ચેતવણી
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું
Opinion
