સૈફ પર ઍટેકના સમયે કરીના હૉસ્પિટલ કેમ નહોતી ગઈ? ચાર્જશીટમાં બધું જ થઈ ગયું સ્પષ્ટ

એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. 16,000 પાનાંની ચાર્જશીટથી ઘણા ખુલાસા થયા છે. સૈફની પત્ની કરીના કપૂર હૉસ્પિટલમાં કેમ ન ગઈ? તે ક્યારે ઘરે આવી? અને કેમ બધું છોડીને હૉસ્પિટલ જવાનું કહ્યું? આ બધી વાતો સ્પષ્ટ થઈ ગઈ છે.

ચાર્જશીટ મુજબ, આરોપી શરીફુલ ઇસ્લામ અલગ-અલગ 25 કેમેરાઓમાં નજરે પડ્યો. પોલીસ ચાર્જશીટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે. જ્યારે કરીના કપૂરે સૈફને લોહીથી લથપથ જોયો ત્યારે તેની શું પ્રતિક્રિયા હતી? કરીના કપૂરે જણાવ્યું છે કે, સૈફને ગળા, પીઠ પર અને હાથ પર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેણે સૈફને કહ્યું કે, બધું છોડીને પહેલા હૉસ્પિટલ જઇએ. કરીનાએ પોલીસને જણાવ્યું કે, તેણે ઘટના બાદ ઘરમાં હુમલા કરનારની શોધ કરી કેમ કે ઘર વધારે સમય સુધી સુરક્ષિત નહોતું. એટલે ઘર ખાલી કરીને એ લોકો બહાર નીકળી આવ્યા.

saif-ali-khan3
livemint.com

પોતાના નિવેદનમાં કરીના કપૂરે પોલીસને જણાવ્યું છે કે, હું સૈફ અલી ખાન અને અમારા પુત્રો તૈમૂર અને જહાંગીર (જેહ બાબા) સાથે બાંદ્રા પશ્ચિમમાં સતગુરુ શરણ બિલ્ડિંગમાં રહું છું. સાથે 2 દેખરેખ કરનારા, 2 નર્સ અને 4 સહાયક છે. દેખરેખ કરનારાઓનું નામ ગીતા અને જૂનુ સપકોટા છે. નર્સનું નામ શર્મિલા શ્રેષ્ઠ અને એલી-યામા ફિલિપ છે. 11મા માળ પર અમારા એપાર્ટમેન્ટમાં 3 બેડરૂમ છે. લિવિંગ એરિયા 12મા માળ પર છે અને ઘરના 13મા માળ પર સર્વન્ટ ક્વાર્ટર અને એક લાઇબ્રેરી છે.

નિવેદનમાં આગળ લખ્યું છે કે, 15 જાન્યુઆરીના રોજ, સાંજે 7:00 વાગ્યે હું મારી મિત્ર રિયા કપૂરને મળી. હું લગભગ રાત્રે 1:20 વાગ્યે ઘરે ફરી. મેં તૈમૂર અને જેહ બાબાને તેમના બેડરૂમમાં ચેક કર્યો અને તેમને સૂતા જોયા. રાત્રે લગભગ 2:00 વાગ્યે જૂનુ મારા બેડરૂમમાં આવી, જ્યાં હું સૈફ સાથે હતી અને અમે જણાવ્યુ કે, જેહ બાબાના રૂમમાં કોઈ છે, જેના હાથમાં છરી લઈને પૈસા માગી રહ્યો છે. સૈફ અને હું જેહના રૂમમાં પહોંચ્યા અને ગીતાને દરવાજાની બહાર ઊભી રાખેલી જોઈ. અંદર મેં કાળા કપડાં અને ટોપી પહેરેલો એક શખ્સ જોયો, જે લગભગ 5 ફૂટ 5 ઇંચ લાંબો હતો.

મેં નર્સ એલિયામા ફિલિપને ઇજાગ્રસ્ત અવસ્થામાં જોઈ અને તેના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યારે સૈફે પાછળથી ઘુસણખોરને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે હુમલાખોરે તેના હાથ, ગળા અને પીઠ પર છરીથી વાર કર્યો. તે 20-35 વર્ષની ઉંમરનો હતો અને તેની પાસે છરી અને હેક્સાબ્લેડ હતું. ગીતા પણ તેની પાસે દોડી ગઈ અને તેણે તેના પર પણ હુમલો કરી દીધો.

મેં એલિયામાને જેહ બાબાને બૂમ પાડી અને તેને રૂમમાંથી બહાર કાઢવા કહ્યું. અમે બંને જેહ સાથે 12મા માળ પર પહોંચ્યા. સૈફ પણ અમારી પાછળ-પાછળ ત્યાં પહોંચી ગયો. તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને લોહી વહી રહ્યું હતું. કરીનાએ પોલીસને જણાવ્યું કે, સૈફની પીઠ, ગળાના ભાગે અને હાથ પર ઈજાઓ થઈ હતી.

કરીનાએ કહ્યું કે, મેં મદદ માટે પોતાના હાઉસ હેલ્પ હરિ, રામુ, રમેશ અને પાસવાનને બોલાવ્યા. તેમણે હુમલો કરનારને શોધવા માટે ઘરની તપાસ કરી, પરંતુ તે ન મળ્યો. કરીનાએ બધાને બહાર કાઢવાનો નિર્ણય લીધો, કેમ કે ઘર હવે સુરક્ષિત નહોતું. તેણે બધા કર્મચારીઓને કહ્યું કે, 'આ બધું છોડી દો, પહેલા નીચે ચાલો. ચાલો હૉસ્પિટલ જઈએ કેમ કે સૈફને તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી. તેઓ બધા લિફ્ટથી નીચે ઉતર્યા અને તેમણે હરિને સૈફને હૉસ્પિટલ લઈ જવા કહ્યું. તૈમૂરે પણ પોતાના પિતા સાથે જવાનો પર ભાર આપ્યો અને કરીનાએ તેને સૈફ અને હરિ સાથે લીલાવતી હૉસ્પિટલમાં જવાની મંજૂરી આપી.

કરીનાએ બાદમાં તેની બહેન કરિશ્મા કપૂર, પોતાની મેનેજર પૂનમ દમાનિયા અને પૂનમના પતિ તેજસ દમાનિયાને મદદ માટે સૂચિત કર્યા. થોડા સમય બાદ પોલીસ બિલ્ડિંગમાં પહોંચી. તેમણે ઘરની તપાસ કરી, પણ ઘૂસણખોરનો કોઈ પત્તો ન લાગ્યો. ત્યારબાદ કરીના હૉસ્પિટલ પહોંચી અને સુનિશ્ચિત કર્યું એલિયામાને પણ સારવાર મળે.

saif-ali-khan1
livemint.com

સૈફે પણ પોલીસને આપેલા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, તેના પુત્ર તૈમૂરે કહ્યું હતું કે, હું પપ્પા સાથે જઈશ. આખી ઘટના બાદ, તેઓ તેમના ઘરના બધા હાઉસ હેલ્પ સાથે નીચે આવી ગયા. હરિએ એક ઓટો રિક્ષા બોલાવી અને જ્યારે તેઓ હૉસ્પિટલ જવા લાગ્યા, ત્યારે તૈમૂરે કહ્યું કે તે પણ તેમની સાથે જવા માગે છે. લગભગ 2:00 વાગ્યે, કેરટેકર ગીતા અમારા બેડરૂમમાં ઘૂસી અને કહ્યું કે કોઈ જેહના રૂમમાં છરી લઈને આવ્યું છે અને પૈસા માગી રહ્યું છે. અમે ત્યાં પહોંચ્યા અને જોયું કે કાળા કપડાં પહેરીને એક શખ્સ જેહ પાસે છરી અને હેક્સા બ્લેડ લઈને ઉભો હતો. મેં તેને પૂછ્યું કે, કોણ છે? શું જોઈએ છે? તેણે તરત જ મારા પર હુમલો કરવાનું કરવાનો શરૂ કરી દીધો અને મને ગળા, પીઠ, હાથ, છાતી અને પગમાં છરીથી વાર કર્યા.

ગીતાએ મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરતું તેના પર પણ હુમલો થયો. આખરે, સૈફે તેને નીચે ધકેલી દીધી અને અમે 12મા માળે દોડી ગયા, પોતાને એક રૂમમાં બંધ કરી દીધા. કરીનાએ સૈફને લોહી વહેતો જોયો અને કહ્યું કે, ચાલો નીચે બિલ્ડિંગમાં જઈએ. તૈમૂરે તેને કહ્યું કે તે મારી સાથે હૉસ્પિટલમાં આવવા માગે છે.

Related Posts

Top News

'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનો જવાબ કેટલો મજબૂત હોવો જોઈએ તે અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ...
National 
'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં...
National 
કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

પરેશ રાવલ કહે- મેં મારો જ પેશાબ પીને તૂટેલા પગને સાજો કર્યો, ડોક્ટરો પણ દંગ હતા...

તાજેતરમાં પરેશ રાવલ એક મીડિયા ચેનલમાં મહેમાન તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી...
Entertainment 
પરેશ રાવલ કહે- મેં મારો જ પેશાબ પીને તૂટેલા પગને સાજો કર્યો, ડોક્ટરો પણ દંગ હતા...

કેટલાક લોકોને બાળકો ન હોય તો જ સારું, તમે ફક્ત ઓફિસ જઈને કામ જ કરો: નમિતા થાપર

આજકાલ પતિ-પત્ની બંને ઘર ચલાવવા અને સારી જીવનશૈલી જાળવવા માટે કામ કરે છે. પહેલા, બાળક થયા પછી, સ્ત્રીઓ...
Lifestyle 
કેટલાક લોકોને બાળકો ન હોય તો જ સારું, તમે ફક્ત ઓફિસ જઈને કામ જ કરો: નમિતા થાપર
Copyright (c) Khabarchhe All Rights Reserved.