- Entertainment
- આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની અને ઓલાના CEO ભાવિશ અગ્રવાલ વચ્ચે જોરદાર બહેસ થઇ ગઈ હતી. હવે ફરી એક વખત કામરા ચર્ચામાં છે અને મામલો છે તેના એક નિવેદનનો. આ નિવેદન તેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઇને આપ્યું હતું. આ મામલો સતત વણસતો જઈ રહ્યો છે અને શિંદે ગ્રુપના કાર્યકર્તાઓએ કુણાલની ઓફિસમાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો. આવો જાણીએ કુણાલ કામરાની નેટવર્થ બાબતે.
આખરે કેમ વિવાદોમાં ફસાયો કૃણાલ?
સૌથી પહેલા અમે તમને જણાવી દઇએ કે કુણાલ કામરા કેમ વિવાદોમાં ઘેરાયો છે? તેણે હાલમાં જ ખાર વેસ્ટ સ્થિત યુનિકોન્ટિનેન્ટલ ક્લબમાં લાઇવ શૉ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરી હતી. કુણાલે બોલિવુડ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક મોડિફાઇડ ગીતની મદદથી નાયબ મુખ્યમંત્રીની મજાક ઉડાવી, એટલું જ નહીં તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (હવે X) પર તેની વીડિયો ક્લિપ પણ શેર કરી હતી.

જો કે, એકનાથ શિંદેના શિવસેનાથી અલગ થવાની થીમ બનેલા આ પેરોડી ગીતમાં શિંદેનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ કુણાલ કામરાએ વારંવાર ગદ્દાર શબ્દનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઇએ કે શિંદે પર હુમલો કરવા માટે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ ગદ્દાર શબ્દનો જ ઉપયોગ કરે છે. કામરાના આ વીડિયો ગીતના બોલ છે- થાણે કી રિક્ષા, ચહેરે પે દાઢી... આ વીડિયો ક્લિપમાં ગુવાહાટી, ગદ્દાર જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયો હજુ પણ કુણાલ કામરાના X પર જોવા મળી રહ્યો છે. આ ગીતના માધ્યમથી, તેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તીખી કમેન્ટ કરી, જેનાથી શિવસેના (શિંદે ગ્રુપ)ના નેતાઓ નારાજ થઇ ગયા.
સ્ટેન્ડ-અપ કોમેડિયન છે કામરા
કુણાલ કામરા દેશનો લોકપ્રિય સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તેનો જન્મ 3 ઓક્ટોબર 1988ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો. જય હિંદ કૉલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન થયા બાદ, તેણે પ્રસૂન પાંડેના એડ ફિલ્મ પ્રોડક્શન હાઉસ Corcoise Filmsમાં પ્રોડક્શન આસિસ્ટન્ટના રૂપમાં કામ કરવાનું ચાલુ કરી દીધું અને અહીં 11 વર્ષ સુધી નોકરી કરી. ત્યારબાદ, તેણે વર્ષ 2013માં પ્રખ્યાત કેનવાસ લાફ ક્લબમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

કુણાલ કામરાની કેટલી છે નેટવર્થ?
લાઇફસ્ટાઇલ એશિયાના રિપોર્ટ અનુસાર, તે સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેને 10 લાખથી વધુ યુઝર્સ ફોલો કરે છે. તેની યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 2.29 મિલિયન છે, જ્યારે X પ્લેટફોર્મ પર 2.4 મિલિયન યુઝર્સ તેને ફોલો કરે છે. રિપોર્ટ અનુસાર, કુણાલ કામરાની નેટવર્થ આશરે 4-6 કરોડ રૂપિયા (અનુમાનિત) છે. તેની કુલ સંપત્તિનો મોટો હિસ્સો સ્ટેન્ડ-અપ શૉઝ અને યુટ્યુબ ચેનલ દ્વારા થતી કમાણીમાંથી આવે છે. તે એક શૉ માટે માટે કામરા લગભગ 12-15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
ઓલાના CEO સાથે પણ થઇ હતી બહેસ
તમને જણાવી દઇએ કે ગયા વર્ષે એટલે કે 2024માં કુણાલ કામરા અને ઓલાના CEO ભાવિશ અગ્રવાલ વચ્ચે ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણ બાદ કસ્ટમર સર્વિસને લઇને તીખી બહેસ શરૂ થઇ હતી. કોમેડિયન કામરાએ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર (ઓલા ઇ-સ્કૂટર) ખરીદનારા ગ્રાહકોને થતી સર્વિસની સમસ્યાઓ માટે કંપનીની ટીકા કરી હતી. ઓનલાઇન કરાયેલી આ નિંદા પર ઓલાના CEO ભાવિશ અગ્રવાલે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
Related Posts
Top News
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે
તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા
Opinion
