- Entertainment
- સાઈ પલ્લવીને મળશે 6 કરોડ, જાણો રામ બનવા રણબીરને કેટલા રૂપિયા મળશે
સાઈ પલ્લવીને મળશે 6 કરોડ, જાણો રામ બનવા રણબીરને કેટલા રૂપિયા મળશે

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ સેટ પરથી કલાકારોની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જેમાં અરુણ ગોવિલ, લારા દત્તા અને શીબા ચઢ્ઢા સંપૂર્ણ પોશાકમાં જોવા મળ્યા હતા. નિતેશ તિવારી પણ ફિલ્મના સેટ પર જોવા મળ્યો હતો. આને રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જેના માટે તેણે સારી એવી ફી પણ લીધી છે.
એવા અહેવાલ છે કે, નિતેશ તિવારી ત્રણ ભાગમાં 'રામાયણ' બનાવવા જઈ રહ્યા છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રણબીર કપૂર 'રામાયણ'ની એક ફિલ્મ માટે લગભગ 75 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. એટલે કે તેને ત્રણ ફિલ્મો માટે લગભગ 225 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સીતાનું પાત્ર ભજવવા જઈ રહેલી સાઈ પલ્લવીને એક ફિલ્મ માટે માત્ર 6 કરોડ રૂપિયા આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે, યશ ફિલ્મમાં રાવણનો રોલ કરશે. તે એક ફિલ્મ માટે લગભગ 50 કરોડ રૂપિયા ચાર્જ કરશે. થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે, યશ 'રામાયણ'ના બીજા અને ત્રીજા ભાગમાં જ જોવા મળશે. જેના માટે તેને કુલ 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. KGF અને 'બ્રહ્માસ્ત્ર' પછી યશ અને રણબીર કપૂરની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક વધુ તસવીરો સામે આવી છે. કેટલાક વધુ ફોટા શેર કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તેને ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, નિર્માતાઓ ઇચ્છતા નથી કે ફિલ્મ સંબંધિત કોઈ ફૂટેજ અથવા કલાકારોના દેખાવ અગાઉથી જાહેર કરવામાં આવે. તેથી સેટ પરથી કોઈ તસવીર લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ આટલી કડક સુરક્ષા બાદ પણ સેટ પરથી કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રામનવમી પર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એક મોટા બજેટની મલ્ટિસ્ટારર ફિલ્મ હશે. જેમાં બોલિવૂડની સાથે સાઉથના સ્ટાર્સ પણ સામેલ થશે.
Related Posts
Top News
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
Opinion
