- Entertainment
- ઉર્વશી ફ્રેન્ડના મેરેજમાં પહેરેલી આ સાડીની કિંમત એટલી કે તમે કહેશો ના હોય
ઉર્વશી ફ્રેન્ડના મેરેજમાં પહેરેલી આ સાડીની કિંમત એટલી કે તમે કહેશો ના હોય

બોલીવુડ ડીવાઝ પોતાની ફેશન પર ઘણા પેસા લૂટાવે છે. પોતાને સુંદર અને ફેશનેબલ દેખાડવા માટે તેઓ માટી બ્રાન્ડ્સના કપડાંઓ લેતી હોય છે. એટલે સુધી કે કોઈ ફેમિલી ફંકશનમાં પણ તેઓ ડિઝાઈનર કપડાં માટે લાખોના ખર્ચા કરતી હોય છે. ેતવી જ એક અદાકાર ઉર્વશી રૌતેલા બોલીવુડની એવી અભિનેત્રીઓમાંની એક છે જે ઘણી વખત પોતાના અંદાજને લીધે ચર્ચાનું કેન્દ્ર બનતી રહે છે. ઉર્વશી રૌતેલા જ્યારે પણ કોઈ ફંક્શનમાં સામેલ થાય છે તો તેના ડ્રેસ પર સૌની નજર ટકેલી હોય છે.
તેના ડ્રેસની કિંમત લાખોમાં હોય છે અને આ વાત ફરીથી એક વખત સામે આવી છે કે તેણે તેના મિત્રના લગ્નમાં લાખો રૂપિયાની સાડી અને જ્વેલરી પહેરી હતી. આ વાતની જાણકારી ઉર્વશી રૌતેલાની સ્ટાઈલિસ્ટે આપી છે જેના પછી ઉર્વશીનો આ ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ ઉર્વશીએ તેના ભાઈના લગનમાં 55 લાખની સાડી પહેરી હતી, જે ઘણી ચર્ચામાં રહી હતી. આ સાડીને બનાવતા આશરે 7 મહિનાનો સમય લાગ્યો હતો અને તેનું વજન 40 કિલોનું હતું તેવું માનવામાં આવે છે. ગ્રે એન્ડ બ્રાઉનીશ શેડવાળી આ સાડી પર કરવામાં આવેલા વર્કને લીધે તેનું વજન વધ્યું હતું.
ઉર્વશી રૌતેલાની સ્ટાઈલિસ્ટ સાંચીએ ખુલાસો કર્યો છે કે ઉર્વશીના મિત્ર વિક્રમ સિંહના લગ્ન માટે તેને ચેરી ધ મિન્ટ રેનબો સાડી પહેરવાનો ઓપ્શન આપ્યો હતો. લગ્ન પંજાબમાં હતા. આ સાડીની કિંમત 5 લાખ રૂપિયા છે અને તેની સાથે તેણે રોહિત ઈચપિલાનીની જ્વેલરી પહેરી હતી, જેની કિંમત 15 લાખ રૂપિયા હતી. આ ઉર્વશી રૌતેલા માટે એકદમ પરફેક્ટ હતી. હું ઉર્વશીના લુકમાં બ્લિંગનો ઉપયોગ કરવાનું ભૂલતી નથી.
ઉર્વશી રૌતેલા 2020માં વર્જિન ભનુપ્રિયા ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાએ પોતાનો મ્યુઝીક વીડિયો વો ચાંદ કહા સે લાઓગી પણ હાલમાં રીલિઝ કર્યો હતો. તેના પછી તે બીજો એક તેનો વીડિયો મ્યુઝીક આલ્બમ તેરી લોડ વે પણ રીલિઝ કરવા જઈ રહી છે. એટલું જ નહીં, તેની તેલુગુ અને હિન્દી થ્રિલર ફિલ્મ બ્લેક રોઝનું શૂટિંગ હાલમાં જ ખતમ થયું છે.
Related Posts
Top News
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ
Opinion
