દશેરાના દિવસે ગુજરાતીઓ આટલા કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે

On

આવતીકાલે,11 ઓકટોબરે દશેરો છે અને દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની ગુજરાતમાં વર્ષોથી પંરપરા છે. દશેરોના દિવસે ગુજરાતના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જાય છે.

આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધારે ફાફડા જલેબી અમદાવાદના લોકો ખાય છે એ પછી સુરતમાં પણ લોકો ફાફડા જલેબી માટે લાઇન લગાવી દે છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં 1 લાખ જેટલા ફાફડા અને જલેબીનું વેચાણ થશે એટલે અંદાજે 8થી 10 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી એક જ દિવસમાં ખવાઇ જશે.

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા પાછળનું કારણ એવું છે કે ભગવાનને રામને શશકુલી નામની મિઠાઇ બહુ ભાવતી હતી જેને આજે જલેબી કહેવામાં આવે છે. સમય જતા મિઠાઇને સાથે તીખી આઇટમ તરીકે ફાફડા પણ જોડાઇ ગયા.

બીજું એક કારણ એ છે કે સપ્ટેબર- ઓક્ટોબર મહિનામાં બેવડી  સિઝન હોવાને કારણે ઘણા લોકોને માઇગ્રેનનો અનુભવ થતો હોય છે. શરીરમાં સિરોટોરીન નામનું તત્વ ઓછું થઇ જાય છે અને જલેબીમાં ટિરામાઇનનું તત્વ હોય છે જે સિરોટોરીને અંકુશમાં રાખે છે, જલેબી ખાવાથી માઇગ્રેનમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે.

Related Posts

Top News

આગ લાગી, પુલ તૂટ્યો, બાળકો ડૂબ્યા... પણ કોઈ નેતા જવાબદારી સ્વીકારી રાજીનામું કેમ નથી આપતા?

આગ લાગી, પુલ તૂટ્યો, તળાવમાં બાળકો ડૂબ્યા, દીકરીઓ પર બળાત્કાર થયા... આવી ઘટનાઓ વિશે સાંભળવું હવે રોજિંદું...
Gujarat  Opinion 
આગ લાગી, પુલ તૂટ્યો, બાળકો ડૂબ્યા... પણ કોઈ નેતા જવાબદારી સ્વીકારી રાજીનામું કેમ નથી આપતા?

ગુજરાતમાં યુવાનો હવે ચાલતી ગાડીમાં જ ડ્રગ્સ અને દારૂની મહેફિલો માણે છે

આપણું ગુજરાત જે  સંસ્કૃતિ, ઉદ્યોગ અને શાંતિ માટે જાણીતું છે આજે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દારૂબંધીની...
Gujarat 
ગુજરાતમાં યુવાનો હવે ચાલતી ગાડીમાં જ ડ્રગ્સ અને દારૂની મહેફિલો માણે છે

અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત

અઠવાડિયામાં વધુ કલાક કામ કરવાને લઈને હાલના દિવસોમાં ખૂબ વિવાદ થયો છે. પહેલા ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ 70 કલાક કામ...
National 
અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત

'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પોલીસકર્મીઓને તેમના અટકનો ઉપયોગ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જેથી તેમની જાતિ જાણી ન શકાય. રાજ્યમાં આ...
National 
'જાતિ ખબર ન પડે તે માટે યુનિફોર્મ પર અટક ન લખો', SPએ આ આદેશ કેમ આપ્યો?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati