ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ, એક નવું સ્વરૂપ અને એક અનોખી ઊંચાઈ અપાવવા માટે સુરત બની રહ્યું છે ઈતિહાસનું સાક્ષી. સામાન્ય રીતે આસો માસમાં નવરાત્રિ થતી હોય છે. પરંતુ  ગુજરાતના હૃદય સમાન સુરત શહેરમાં પહેલી વાર ચૈત્રી નવરાત્રીનું ભવ્ય આયોજન થવાનું છે. 

આ ઐતિહાસિક ગરબામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પરફોર્મ કરશે. સુરતમાં 'સુરસંપદા ચૈત્રી નવરાત્રી 2025'નું આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજનને કારણે ગરબા પ્રેમીઓને વર્ષમાં બે વાર મજા પડી જવાની છે. એ પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ કલાકારો સાથે આ આયોજનમાં સોનામાં સુગંધ ભળી જશે. આ અનોખા મહોત્સવમાં 10 દિવસ સુધી ગુજરાતના ટોચના 10 કલાકારો તમારા માટે લય, સંગીત અને ગરબાની એક અનોખી રાત સજાવવાના છે.

સુરતના કોસમાડામાં સંપદા વેન્યૂ પર 29મી માર્ચથી 7મી એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં તમે  ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોના સ્વરે ઝૂમી ઉઠશો એ પાક્કું છે. આ કાર્યક્રમમાં કિંજલ દવે, જીગરદાન ગઢવી, ભૂમિ ત્રિવેદી, ઓસમાણ મીર, ગીતા રબારી અને ઐશ્વર્યા મજુમદાર જેવા અનેક કલાકારો પરફોર્મ કરવાના છે.

10 દિવસ 10 સ્ટાર

29 માર્ચ – કિંજલ દવે

30 માર્ચ – પૂર્વા મંત્રી 

31 માર્ચ – જીગરદાન ગઢવી 

1 એપ્રિલ – ભૂમિ ત્રિવેદી 

2 એપ્રિલ – હરીઓમ ગઢવી 

3 એપ્રિલ – ઓસમાણ મીર અને આમીર મીર 

4 એપ્રિલ – ગીતાબેન રબારી 

5 એપ્રિલ – જયસિંહ ગઢવી 

6 એપ્રિલ – ઐશ્વર્યા મજુમદાર 

7 એપ્રિલ – ઉમેશ બારોટ 

Samidha Evento & Sampada Feivity  દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારત વૂડ કોર્પોરેશન દ્વારા પ્રસ્તુત અને ગુજરાત ટુરિઝમ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે.  આ ભવ્ય ગરબાની ટિકિટ BookMyShow પરથી  મળી શકશે.

Related Posts

Top News

જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

પેરાસીટામોલને સામાન્ય રીતે તાવની દવા તરીકે ઓળખવામાં આવે છે. Dolo 650 આ દવાની એક બ્રાન્ડ નામ છે. હવે તે ઘણા...
Health 
જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

મુંબઈમાં ગુજરાતી-જૈન પરિવારોએ મરાઠી પરિવારને નોનવેજ ખાવા પર અપમાનિત કરતા MNS તૂટી પડ્યું

મુંબઈમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી વિવાદ વકર્યો છે. તાજેતરનો કિસ્સો મુંબઈના ઉપનગર ઘાટકોપરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક...
National 
મુંબઈમાં ગુજરાતી-જૈન પરિવારોએ મરાઠી પરિવારને નોનવેજ ખાવા પર અપમાનિત કરતા MNS તૂટી પડ્યું

AM/NS India સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમીના અમલ માટે સંપૂર્ણ રીતે તૈયાર

નવી દિલ્હી, એપ્રિલ 16, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના હાલના અને આગામી ઉત્પાદન ધોરણો તથા સુસ્થિરતા માટેના પ્રયાસો...
Gujarat 
AM/NS India સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનૉમીના અમલ માટે સંપૂર્ણ રીતે તૈયાર

PM મોદીએ આ મુદ્દા પર કરી એલન મસ્ક સાથે વાત, બંનેની થશે મુલાકાત

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક સાથે વાત કરી. PM મોદીએ કહ્યું કે, આ વર્ષની...
National 
PM મોદીએ આ મુદ્દા પર કરી એલન મસ્ક સાથે વાત, બંનેની થશે મુલાકાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.