- Health
- મલેશિયામાં ખતરનાક સુપરબગની સામે એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ! આ રોગ આખરે છે શું?
મલેશિયામાં ખતરનાક સુપરબગની સામે એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ! આ રોગ આખરે છે શું?

મલેશિયાની એક હોસ્પિટલમાં મળી આવેલા સુપરબગથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ એક ખતરનાક બેક્ટેરિયા છે, જેના કારણે લોકોના લોહી અને ફેફસામાં ચેપ ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક પ્રતિરોધક બની ગયો છે અને તેના ઇન્ફેકશન લાગવાના કિસ્સામાં એન્ટિબાયોટિક્સ પણ અસરકારક નથી. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ ખતરનાક બેક્ટેરિયા સમગ્ર વિશ્વના લોકો માટે ખતરો બની શકે છે. ચિંતાજનક વાત એ છે કે, આ સુપરબગ વિશ્વના મોટાભાગના દેશોમાં હાજર છે અને ઓછી આવક ધરાવતા દેશોમાં તેનો ખતરો વધુ છે.

UKની બર્મિંગહામ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, મલેશિયાના તેરેન્ગાનુની એક હોસ્પિટલમાં એસીનેટોબેક્ટર બૌમાની બેક્ટેરિયાનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. તે વિશ્વના મોટાભાગના ભાગોમાં જોવા મળે છે અને ગંભીર ચેપનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ 2011થી 2020 દરમિયાન આ બેક્ટેરિયાના 126 નમૂના એકત્રિત કર્યા હતા, જેના વિશ્લેષણમાં આશ્ચર્યજનક બાબતો બહાર આવી છે. સંશોધન નિષ્ણાતો કહે છે કે, A. baumannii સ્ટ્રેન ઘણા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક છે. આ ચેપ માટે વપરાતી મુખ્ય દવાઓ, કાર્બાપેનેમ્સ પણ તેના પર કામ કરી રહી નથી.

વૈજ્ઞાનિકોના મતે, આ ખતરનાક બેક્ટેરિયાથી થતા ચેપને અટકાવવો અને અસરકારક સારવાર વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. A. baumannii સતત નવી પ્રતિકાર પદ્ધતિઓ વિકસાવી રહ્યું છે, જેના કારણે ઘણા દેશો માટે તેને ટ્રેક કરવાનું મુશ્કેલ બને છે. આ સંશોધનના સહ-લેખક અને બર્મિંગહામ યુનિવર્સિટીના ડૉ. ડેવિડ ક્લેરીના જણાવ્યા અનુસાર, આ અભ્યાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે A. baumannii બેક્ટેરિયાનો ખતરનાક પ્રકાર હોસ્પિટલોમાં ફેલાઈ રહ્યો છે. આમ છતાં, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાંથી A. baumannii વિશે ખૂબ જ ઓછી માહિતી ઉપલબ્ધ છે. આ બેક્ટેરિયાનું સતત ટ્રેકિંગ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વૈજ્ઞાનિકોના મતે, A. baumannii બેક્ટેરિયા લોહી, ફેફસાં, પેશાબની નળીઓ અને ઘામાં ચેપનું કારણ બની શકે છે. આ ચેપ સામાન્ય રીતે હોસ્પિટલો જેવા આરોગ્યસંભાળ સ્થળોએ જોવા મળે છે. એન્ટિબાયોટિક સારવાર સામે તેના પ્રતિકારને કારણે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ તેને એન્ટિબાયોટિક-પ્રતિરોધક રોગકારક તરીકે પ્રાથમિકતા આપી છે.
Related Posts
Top News
યુરોપના દેશોમાં છવાયો અંધારપટ, ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમમાં વીજળી ગુલ; ફ્લાઇટ્સ-મેટ્રો બંધ
શું ગોંડલમાં અલ્પેશ કથિરીયાની લડાઇ વિધાનસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે?
ભાજપ-કોંગ્રેસ સરદાર પટેલના વારસામાં વ્યસ્ત, શું AAP વિસાવદરમાં બાજી મારી જશે
Opinion
