બાળકોમાં આ બીમારીનો પ્રકોપ, Adenovirus ટાઇપ 41 થઇ શકે છે તેનું કારણ

Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત પ્રકારના ગંભીર હેપેટાઇટીસના 169 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ UKમાં જોવા મળ્યા છે. દસ વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીનો શિકાર થયા છે.

નાના અને સ્વસ્થ બાળકોમાં આ બીમારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સેંકડો લોકોને લીવર ટ્રાંસપ્લાન્ટની જરૂર છે અને એક બાળકનું લીવર ફેઇલ થવાથી મોત થયું છે. પ્રત્યારોપણની સંખ્યા પાછલા વર્ષોમાં સમાન સમય મર્યાદામાં સામાન્ય રીતે જોવા મળતા કેસોમાં ઘણી વધારે છે. બાળકોમાં તીવ્ર હેપેટાઇટીસ કોઇ નવી વાત નથી, પરંતુ આ નવા આંકડા અભૂતપૂર્વ છે અને તેનું કારણ હજુ સુધી આંશીક રૂપે જ સ્પષ્ટ થઇ શક્યું છે. તેનું એક શક્ય કારણ Adenovirus છે.

UKની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુસાર UKમા પરીક્ષણ થઇ ચૂકેલા 53માંથી 40 કેસોમાં Adenovirus જ સૌથી સામાન્ય રોગજનક હતો. એજન્સીએ કહ્યું છે કે ‘હેપેટાઇટીસના ગંભીર કેસોમાં વધારો Adenovirus સંક્રમણ જ હોઇ શકે છે, તથા અન્ય કારણો પણ ગંભીરતાથી તપાસ ચાલુ છે.’

Adenovirusનો એક મોટો સમૂહ કે જે જાનવરોની સાથે સાથે મનુષ્યોની એક વિસ્તૃત શૃંખલાને પણ સંક્રમીત કરી શકે છે. Adenovirusમાં અલગ-અલગ પ્રજાતીઓ હોય છે અને તેમાં કોરોના વાયરસની જેમ જ આનુવાંશિક રૂપાંતરો થાય છે, પણ તેમને વેરિયન્ટની જગ્યાએ Adenovirusનો ઉપપ્રકાર કહેવામાં આવે છે. Adenovirus સામાન્ય રીતે મનુષ્યોમાં નાની બીમારીનું કારણ બને છે. તેની કેટલીક પ્રજાતી શ્વાસને લગતી બીમારીનું પણ કારણ બને છે. જેમ કે નાના બાળકોમાં કંઠ રોગનું કારણ બને છે તો કોઇક કંજક્ટીવાઇટિસનું કારણ બને છે અને તેનો ત્રીજો સમૂહ ગેસ્ટ્રોઇંટેરાઇટિસનું કારણ પણ બને છે.

બાળકોમાં તીવ્ર હેપેટાઇટિસના પ્રકોપથી સંગત ઉપપ્રકારને Adenovirus 41 તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અત્ચાર સુધી 74 કેસોમાં વાયરસ હાજર જોવા મળ્યો છે. ઉપપ્રકાર Adenovirus 41 ક્લસ્ટરીંગથી સંબંધીત છે. જે સામાન્ય રીતે હલકાથી મધ્યમ આંત્રશોથથી જોડાયેલું હોય છે. સામાન્ય રીતે ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણોની સાથે સાથે પેટની સમસ્યા પણ જોવા મળે છે.

સારી ઇમ્યુન સીસ્ટમ ધરાવતા બાળકોમાં અને વયસ્કોમાં Adenovirus એક નાની સમસ્યા ઉભી કરે છે, જેના પરીણામ રૂપે એક કે બે અઠવાડીયામાં બીમારી થવાની આશંકા રહેલી છે. Adenovirusના સંક્રમણથી થતા વાયરલ હેપેટાઇટીસને પહેલા ફક્ત એક દુર્લભ જટીલતા તરીકે ગણવામાં આવી છે. કેસોની સંખ્યા અને બાળકોમાં બીમારીની ગંભીરતાને જોતા વેજ્ઞાનિકો તાત્કાલીક બીમારીના કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રકોપની શરૂઆતમાં, મહામારી પર રીસર્ચ કરતાં વૈજ્ઞાનીકોએ આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે અપીલ કરી હતી અને જાણવા મળ્યું કે આ કેસોનો નાનો સમૂહ નહોતો.

સ્કોટીશ નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે આમાંથી કોઇપણ બાળક એક સ્પષ્ટ ભૌગોલીક પેટર્નમાં રહેતું નહોતું અને હોસ્પિટલમાં દાખલ બાળકોની ઉંમર સામાન્ય રીતે 4 વર્ષની હતી અને રોગને લગતાં અન્ય કોઇ લક્ષણ નહોતા મળ્યા. આ પ્રકારના નિષ્કર્ષ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યા હતા.

કોવિડની કેટલીક વેક્સીનમાં Adenovirusનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશીયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું હતું કે શું આ બીમારીના ફેલાવાનું કારણ વેક્સીન હતી. UKમા સામે આવેલા કેસોમાંથી કોઇપણ દર્દીને કોવિડ વેક્સીન આપવામાં નહોતી આવી અને કોવિડ વેક્સીનમાં જે Adenovirusનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો આ વાયરસ સાથે કોઇ સંબંધ નથી.

Related Posts

Top News

વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

બિહારના જમુઈમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને ટ્યૂશન જવા દરમિયાન પોતાના જ શિક્ષકની દીકરી સાથે...
National 
વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

‘મારી ઇનિંગ બાબતે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે...’, ધમાકેદાર રમ્યા બાદ કરુણ નાયરનું છલકાયું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમમાં શાનદાર ત્રિપલ સેન્ચુરી ફટકારીને રાતો રાત નામના મેળવનાર કરુણ નાયર માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે....
Sports 
‘મારી ઇનિંગ બાબતે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે...’, ધમાકેદાર રમ્યા બાદ કરુણ નાયરનું છલકાયું દર્દ

વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

સુરત. તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ...
Gujarat 
વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા...
Opinion 
ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.