- Lifestyle
- એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું
એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું

એક યુવાને દાવો કર્યો છે કે, તેણે પોતાના માથાના બધા વાળ ગણ્યા છે અને તેને આમ કરવામાં પૂરા 5 દિવસ લાગ્યા. છતા પણ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ન શક્યું. ચાલો જાણીએ શું છે આખો મામલો. એક યુવાને ન માત્ર પોતાના માથાના વાળ ગણવાનું જ વિચાર્યું, પરંતુ તેણે આમ કર્યું પણ ખર્યું. ઇન્સ્ટાગ્રામ પર @countryman.ind નામના હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવાન દેખાય છે, જેણે દાવો કર્યો છે કે તેણે પોતાના માથાના દરેક વાળ ગણવામાં પૂરા 5 દિવસ વિતાવી દીધા. તેણે એવો પ્રયાસ કરનારો પહેલો વ્યક્તિ હોવાનો દાવો કર્યો છે, છતા તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા ન મળી. ઇન્સ્ટાગ્રામ પર કન્ટ્રીમેન નામથી પ્રસિદ્ધ આ વ્યક્તિએ પોતાના માથાનું મુંડન કરાવવા અને વાળના દરેક રેશાને ગણવાનો નિર્ણય લીધો.
https://www.instagram.com/p/DHisnmXzOyL/
સૌથી પહેલા તેણે પોતાના વાળ ભીના કર્યા, પછી ટ્રીમરની મદદથી માથું મુંડન કર્યું. તેણે કાળજીપૂર્વક પડી ગયેલા બધા વાળ એકઠા કર્યા અને તેમને ગણવાનું ચાલુ કરી દીધું. વસ્તુઓનો હિસાબ રાખવા માટે, તેણે પથ્થરોનો ઉપયોગ એક કામચલાઉ ગણતરીના ઉપકરણના રૂપમાં કર્યો.

દર હજાર વાળ માટે તેણે એક પ્લેટમાં એક પથ્થર મૂક્યો, જેથી અંતિમ સંખ્યા ગણવામાં મદદ મળી શકે. બીજા દિવસે તેને અહેસાસ થયો કે આ અગાઉ કોઈએ પણ એમ કરવાનો પ્રયાસ કર્યો નથી. ત્યારબાદ તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ બંનેને ઇ-મેઇલ મોકલ્યા અને ફરીથી ગણતરી શરૂ કરી. તેના જણાવ્યા અનુસાર, તેણે આ મિશન પર દરરોજ લગભગ 10-12 કલાક વિતાવ્યા.
પાંચમા દિવસે આખરે તેને જવાબ મળ્યો. તેના જણાવ્યા અનુસાર, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે તેનો અનુરોધ રિજેક્ટ કર્યો, જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેની અરજી પર વિચાર કરવા માટે 1,200 ડૉલર (લગભગ રૂ. 1,03,000 રૂપિયા) માગ્યા. પૈસા આપવા તૈયાર ન હોવાથી, તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર છોડી દીધો.

અંતે તેણે 91 પથ્થરો ગણ્યા, જે તેની ગણતરી મુજબ તેના માથા પર 91300 વાળ બરાબર હતા. આ વીડિયો વાયરલ થઈ ગયો છે, જેને 14 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સને આ વાહિયાત વાત ખૂબ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ભાઈ, તું સાચું બોલી રહ્યો છે ખોટું એ અમને કેવી રીતે ખબર પડશે? તું તારા મનથી કંઈ પણ બોલી દેશે કે આટલા વાળ છે, ફેમસ થવાની રીત થોડી કેઝ્યૂલ છે. તો અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, તેને આ જોયા બાદ ખૂબ સારું લાગી રહ્યું છે. રોજ જો 20 વાળ ખરી રહ્યા છે, તો તેનું દુઃખ ઓછું થયું. તો ત્રીજા યુઝરે લખ્યું કે, તમે મારું બાળપણનું સપનું પૂરું કરી દીધું છે. એટલે હવે હું શાંતિથી મરી શકું છું.
Related Posts
Top News
શું હવે પાકિસ્તાન નહીં બચી શકે? PM મોદીએ બિહારમાં આપેલા સંદેશનો શું છે અર્થ?
જીવનભારતી સંસ્થામાં 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ
જો આપણી ટીમમાં RCBનો કોઈ ખેલાડી હોય તો તેને તરત જ ટીમમાં રમાડો, દ્રવિડ આવું કેમ કહ્યું
Opinion
-copy48.jpg)