બળજબરી કે લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવનારને ફાંસીની સજા આપવાનો કાયદો બનાવાશે

મધ્ય પ્રદેશથી ધર્મ પરિવર્તન વિષયમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે રાજ્યના રાજકીય અને સામાજિક વિષયોમાં ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે એક નવા કાયદાની જાહેરાત કરી છે જેમાં બળજબરીથી કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ફાંસીની સજા આપવાની વાત કહેવામાં આવી છે. આ ઘોષણા તેમણે ભોપાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીનું કહેવું છે કે આ પગલું ખાસ કરીને બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા તેમજ તેમના સન્માનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

1

મધ્ય પ્રદેશમાં આ પહેલાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસોમાં આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે આ નવી જાહેરાત ધર્માંતરણના મુદ્દે પણ રાજ્ય સરકારની કડક નીતિ દર્શાવે છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે ઘણી વખત લોકો લાલચ આપીને કે દબાણ કરીને ખાસ કરીને નાની ઉંમરની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવે છે જે એક ગંભીર સામાજિક સમસ્યા છે. આવા કૃત્યોને રોકવા માટે સરકારે આ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ નવો કાયદો મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવશે જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ ગઈ છે.

આ નિર્ણયની જાહેરાત બાદ રાજ્યમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો આને મહિલાઓની સુરક્ષા માટે એક મહત્વનું યોગ્ય પગલું માની રહ્યા છે જ્યારે કેટલાકે આની ટીકા કરતાં કહ્યું છે કે આવા કડક કાયદાઓનો દુરુપયોગ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ કાયદો ખાસ કરીને એવા કિસ્સાઓને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે જ્યાં વ્યક્તિની સ્વતંત્ર સંમતિ/ઇચ્છાવિના ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને નિયમો ઘડવામાં આવશે જેથી કાયદાનો દુરઉપયોગ ન થાય.

02

આ કાયદાને લઈને વિધાનસભામાં પણ ચર્ચા થવાની શક્યતાઓ છે કારણ કે આ એક સંવેદનશીલ વિષય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનો હેતુ ચોકસ કોઈ ધર્મ વિરુદ્ધ નથી પરંતુ લોકોની સ્વતંત્રતા અને સુરક્ષા જાળવવાનો છે. આ ઉપરાંત આ કાયદાને લાગુ કરવા માટે પોલીસ અને અન્ય લગુપડતી એજન્સીઓને યોગ્ય તાલીમ આપવાની પણ યોજના છે. મધ્ય પ્રદેશની આ પહેલ દેશના અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બની શકે છે જો તે સફળતાપૂર્વક અમલમાં આવે તો.

આ નવા કાયદાની અસર સામાજિક વ્યવસ્થા પર કેવી રીતે પડશે તે આગામી સમયમાં જોવા મળશે. પરંતુ હાલમાં આ નિર્ણયે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

About The Author

Top News

નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં...
World  Politics 
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા...
Sports 
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર...
National 
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આ દિવસથી...
National 
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.