- National
- 'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
60.jpg)
26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘નાબાલિક સગીર છોકરીના સ્તનો પકડવા અને તેના પાયજામાનું નાડું ખેચવું એ રેપ કે રેપનો પ્રયાસ ગણાતો નથી.’ સુપ્રીમ કોર્ટે આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાના નિર્ણયને ‘અસંવેદનશીલ’ અને ‘અમાનવીય’ ગણાવ્યો.
અલ્હાબાદ હાઈકોર્ટે 17 માર્ચ 2025ના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા નાબાલિક સાથે કરવામાં આવેલી હરકતો જેમ કે તેના સ્તન પકડવા, પાયજામાનું નાડું ખેચવું અને તેને એક પુલિયા નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ રેપ કે રેપના પ્રયાસના દાયરામાં નથી આવતું. હાઈકોર્ટે આને ‘તૈયારીના તબક્કા’થી આગળ ન માન્યું અને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (રેપ) અને POCSO એક્ટની કલમ 18ને બદલે ઓછી ગંભીર કલમો જેમ કે કલમ 354B (સ્ત્રીની ગરિમા પર હુમલો) અને POCSOની કલમ 9/10 (યૌન શોષણ) હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.

સુપ્રીમ કોર્ટની બેચ જેમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થતો હતો એ સુનાવણી દરમિયાન કહ્યું, ‘અમને એ કહેતાં દુઃખ થાય છે કે હાઈકોર્ટનો ચુકાદો સંપૂર્ણપણે અસંવેદનશીલતા અને અમાનવીય દૃષ્ટિકોણ દર્શાવે છે. આ નિર્ણય તાત્કાલિક નહીં પરંતુ ચાર મહિના સુધી વિચારણા કર્યા બાદ આપવામાં આવ્યો હતો જે તેને વધુ ગંભીર બનાવે છે.’ કોર્ટે પોતાના આદેશમાં હાઈકોર્ટના ચુકાદાના પેરાગ્રાફ 21, 24 અને 26 પર વિશેષ વાંધો ઉઠાવ્યો અને તેને કાનૂની સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને અલ્હાબાદ હાઈકોર્ટને નોટિસ જારી કરી અને મામલાની આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ નક્કી કરી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું આપણે સ્વાગત કરવું જોઈએ. આ નિર્ણય માત્ર પીડિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે એટલું જ નહીં પરંતુ ન્યાયપાલિકામાં વિશ્વાસને પણ મજબૂત કરે છે. આ પગલું સમાજને એ સંદેશ આપે છે કે યૌન હિંસાના મામલાઓને હળવાશથી નહીં લેવામાં આવે. સાથે જ આ નીચલી અદાલતો માટે એક દાખલો બેસાડે છે કે આવા સંવેદનશીલ મામલાઓમાં કાયદાનું કડક અર્થઘટન અમલીકરણ જરૂરી છે.
Top News
'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'
મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું
રત્નકલાકારોની હડતાળ: સુરત ડાયમંડ એસો. GJEPC સમર્થન આપતા કેમ ડરે છે
Opinion
