- National
- MGNREGAને લઈને આવ્યા ગૂડ ન્યૂઝ, મહેનતાણું વધીને 400 રૂપિયા! 150 દિવસ મળશે કામ
MGNREGAને લઈને આવ્યા ગૂડ ન્યૂઝ, મહેનતાણું વધીને 400 રૂપિયા! 150 દિવસ મળશે કામ

ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પર સંસદની સ્થાયી સમિતિએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (MGNREGA) હેઠળ પ્રદાન કરવામાં આવતા કામના દિવસોની સંખ્યા વધારીને 150 દિવસ કરવા સહિત શ્રમિકોને દૈનિક વેતન ઓછામાં ઓછું 400 રૂપિયા નક્કી કરવાની ભલામણ કરી છે. સમિતિએ સૂચન આપ્યું છે કે, MGNREGAની પ્રભાવકારિતાનું આકલન કરવા માટે એક સ્વતંત્ર સર્વેક્ષણ કરવું જોઈએ. સમિતિએ ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને યોજનાને નવું સ્વરૂપ આપવા પર પણ ભાર મૂક્યો છે.
તાજેતરમાં સંપન્ન થયેલા બજેટ સત્રના છેલ્લા અઠવાડિયા દરમિયાન સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં, સ્થાયી સમિતિએ યોજના માટે ફાળવવામાં આવેલી રકમમાં સ્થિરતા પર ચિંતા વ્યક્ત કરતા સોશિયલ ઓડિટ પર ભાર આપ્યો છે, જેથી યોજનાના ઉચિત કાર્યાન્વયને સુનિશ્ચિત કરી શકાય. કોંગ્રેસના સાંસદ સપ્તગિરિ શંકર ઉલકાના અધ્યક્ષતાવાળી સમિતિએ કહ્યું હતું કે, MGNREGAની પ્રભાવકારિતાન આકલન કરવા માટે એક વ્યાપક રાષ્ટ્રીય સર્વેક્ષણ કરાવવું જોઈએ.

રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, સર્વેક્ષણમાં શ્રમિકોની સંતુષ્ટિ, વેતનમાં વિલંબ, ભાગીદારીના વલણો અને યોજનામાં નાણાકીય અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રિપોર્ટ મુજબ, સમિતિએ MGNREGA સાથે જોડાયેલા કાર્યક્રમની ખામીઓ વિશે મહત્ત્વની જાણકારી મેળવવા અને MGNREGAની પ્રભાવકારિતા વધારવા માટે જરૂરી નીતિગત સુધારાઓ લાગૂ કરવા માટે દેશભરમાં સ્વતંત્ર અને પારદર્શી સર્વેક્ષણની ભલામણ કરી છે.
સમિતિએ યોજનામાં સુધારોની આવશ્યકતા પર ભાર આપતા કહ્યું કે, રોજગાર પ્રદાન કરવાની જોગવાઈ છે, પરંતુ વિવિધ ક્ષેત્રોથી દિવસોની સંખ્યા વધારવાની માગ કરવામાં આવી રહી છે. સમિતિએ બદલાતા સમય અને ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને યોજનામાં સુધારો કરવાની જરૂર છે. સમિતિ મંત્રાલયને એ વિકલ્પો પર વિચાર કરવાનો આગ્રહ કરે છે, જેનાથી MGNREGA હેઠળ ગેરંટીકૃત કાર્યકારી દિવસોની સંખ્યા વર્તમાન 100 દિવસથી વધારીને ઓછામાં ઓછા 150 દિવસ કરી શકાય. સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે, દુષ્કાળ રાહત જોગવાઈ હેઠળ હાલની 150 દિવસની વર્તમાન કાર્ય સીમા વધારીને 200 દિવસ કરવી જોઈએ. વન વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિ પરિવારો માટે MGNREGA હેઠળ 150 મજૂરી પ્રદાન કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, તો નબળા સમુદાયોના લોકો માટે આવક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વન અધિકાર અધિનિયમ હેઠળ 150 દિવસનું કામ આપવાની સીમા વધારીને 200 દિવસ કરવી જોઈએ.

મોંઘવારી સાથે મજૂરીનો તાલમેલ ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા સમિતિએ કહ્યું કે, MGNREGA હેઠળના મૂળભૂત મજૂરી દરોમાં સુધારો કરવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તે વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓને અનુરૂપ હોય અને ગ્રામીણ શ્રમિકોને સન્માનજનક માનદ વેતન પ્રદાન કરે. પરિશ્રમિકના રૂપે ઓછામાં ઓછા 400 રૂપિયા પ્રતિ દિવસ મહેનતાણું તરીકે આપવું જોઈએ કેમ કે, વર્તમાન દરો મૂળભૂત દૈનિક ખર્ચાઓને પૂરા કરવા માટે અપૂરતા છે.
રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, વેતન ચૂકવણીમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને વિલંબિત વેતન માટે વળતર દરમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ જોયું કે, પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે સામાજિક ઓડિટમાં વધારો કરવો જોઈએ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયને સામાજિક ઓડિટ 'કેલેન્ડર' નક્કી કરવાનો આગ્રહ કર્યો. જોબ કાર્ડ સમાપ્ત કરવાની મોટી સંખ્યાને ધ્યાનમાં લેતા, સમિતિએ કહ્યું કે, 2021-22માં લગભગ 50.31 લાખ જોબ કાર્ડ સામાન્ય જોડણી સંબંધિત ભૂલો કે આધાર કાર્ડના વિવરણ સાથે વિસંગતતાને કારણે લગભગ રદ કરી દેવામાં આવ્યા હતા. સમિતિ દૃઢતાથી ભલામણ કરે છે કે, ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા મેન્યૂઅલ ચકાસણી અને સુધારાને મંજૂરી આપવા માટે એક પ્રણાલી શરૂ કરવી જોઈએ, જેથી શ્રમિકોને કાર્યક્રમમાંથી અન્યાયપૂર્ણ રીતે બહાર ન કરી શકાય.
Related Posts
Top News
અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ
Opinion
