છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ. છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. રેલવે અને રક્ષા એવા બે વિભાગ છે, જેના પર કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. કારણ કે તે દેશની જરૂરિયાત, કરોડરજ્જુ અને જીવનરેખા છે. જો આમાં રાજનીતિ કરવામાં આવશે તો તે દેશ માટે સારું નહીં હોય.

રેલવે મંત્રાલયના કામકાજ પર ઉપલા ગૃહની ચર્ચામાં ભાગ લેતા વૈષ્ણવે કહ્યું કે, વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રેલવેએ ભરતી કરી નથી. વિપક્ષના આરોપને સત્યથી વિરુદ્ધ અને ભ્રામક ગણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. આ સિવાય એક લાખ ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. રેલવેમાં પૂરી પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

Ashwini-Vaishnaw1
metrorailnews.in

વૈષ્ણવે કહ્યું કે, અત્યારે રેલવેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ છે, જેમાંથી લગભગ 40 ટકા એવા છે, જેમની નિમણૂક છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવી છે. આ રીતે રેલવેની મોટાભાગની કાર્યકારી ક્ષમતા યુવા છે. મહાકુંભ મેળા દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરીને દર્દનાક અને દુ:ખદ ગણાવતા તેમણે કહ્યું કે, CCTV ફૂટેજ સહિત ઘટના સાથે સંબંધિત તમામ ડેટા સુરક્ષિત છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી શીખીને રેલવેએ વિવિધ સાવચેતીના પગલાં ઉઠાવ્યા છે. સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગને સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમીર લોકો વિમાન અથવા કારમાં મુસાફરી કરી શકે છે, પરંતુ કામ કરતા લોકો અને ગરીબ લોકો માત્ર રેલવેથી જ મુસાફરી કરી શકે છે.

ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા ઘટાડવાના વિપક્ષના આરોપ પર તેમણે કહ્યું કે, આ સરકાર અંત્યોદયની ભાવના સાથે કામ કરે છે. સામાન્ય લોકોની દૃષ્ટિએ નોન-એર-કન્ડિશન્ડ કોચની સંખ્યામાં વધારવામાં આવી રહી છે અને હાલમાં નોન-એર-કન્ડિશન્ડ અને એર-કન્ડિશન્ડ કોચની સંખ્યા 70:30ના રેશિયોમાં છે. 17,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેનોની સુરક્ષા માટે લગાવવામાં આવી રહેલી કવચ પરિયોજનાને એક જટિલ અને વિશાળ નેટવર્ક ગણાવતા તેમણે કહ્યું કે, 10000 એન્જિનમાં તેને લગાવવામાં આવી રહ્યું છે. આગામી 5-6 વર્ષમાં તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ જેવા વિપક્ષ શાસિત રાજ્યોના સભ્યોના નિવેદનોના સંદર્ભમાં, વૈષ્ણવે સંબંધિત રાજ્ય સરકારો પાસે સહયોગ માગ્યો, જે વિવિધ કારણોસર વિલંબિત છે.

Related Posts

Top News

પાટીલ-ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મુલાકાત,શું હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ મળી જશે?

છેલ્લાં 11 મહિનાથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ કે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી શક્યું નથી. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને...
Gujarat 
પાટીલ-ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મુલાકાત,શું હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ મળી જશે?

ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેમને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફરિયાદને કારણે...
Sports 
ઈડન ગાર્ડન્સમાં કોમેન્ટ્રી માટે હર્ષા ભોગલે પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ? કોલકાતા મેચમાંથી ગાયબ રહેવા પર કોમેન્ટેટરે તોડ્યું મૌન

કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો

કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો...
National 
કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના પ્રવાસન સ્થળની જાહેર ખબર કરતા ત્યારે એક વાત બોલતા હતા કે, કચ્છ નહીં...
Gujarat 
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.