- National
- પંજાબમાં કેજરીવાલની વ્યસ્તતા તેમને દિલ્હીની રાજનીતિથી દૂર તો નહીં કરી દે ને?
પંજાબમાં કેજરીવાલની વ્યસ્તતા તેમને દિલ્હીની રાજનીતિથી દૂર તો નહીં કરી દે ને?

દિલ્હીના મોરચ પર અરવિંદ કેજરીવાલની ટીમ તૈનાત છે. ટીમ કેજરીવાલ સતર્કતાથી કામ કરી રહી છે, પરંતુ તે અરવિંદ કેજરીવાલની જગ્યા નહીં લઈ શકે. ટીમ કેજરીવાલનું વલણ આક્રમક જરૂર નજરે પડી રહ્યું છે, પરંતુ અસર અરવિંદ કેજરીવાલ જેવી થઇ રહી નથી. દિલ્હીમાં વક્ફ સંશોધન બિલ પર સંજય સિંહ મોરચો સંભાળી રહ્યા છે. દિલ્હીમાં પાવર કટને લઈને આતિશી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ભીંસ લઇ રહ્યા છે. કપિલ મિશ્રાના કેસ પર સૌરભ ભારદ્વાજ અને AAPના પ્રવક્તા પ્રહાર કરી રહ્યા છે, પરંતુ તેમાં અરવિંદ કેજરીવાલવાળી વાત જોવા મળી રહી નથી. જ્યારે દેશભરમાં બધી રાજનીતિક પાર્ટીઓ વક્ફ બિલના સપોર્ટમાં કે વિરોધમાં ઉભા અને સક્રિય નજરે પડી રહ્યા છે, ત્યારે અરવિંદ કેજરીવાલ પંજાબમાં નશા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

તેમાં કોઇ શંકા નથી કે પંજાબમાં નશાની સમસ્યા ખૂબ જ ગંભીર છે, પરંતુ એવું શું છે, જે અરવિંદ કેજરીવાલ નશા વિરુદ્ધ અભિયાન છેડી ચૂક્યા છે. અને આમ પણ, નશાના તસ્કરો વિરુદ્ધ પંજાબ પોલીસ ઓપરેશન ચલાવી રહી છે. પ્રશાસન બુલડોઝર એક્શન લઈ રહ્યું છે. એવું શું છે કે અરવિંદ કેજરીવાલ પોતાની સાથે સાથે મનીષ સિસોદિયાને પણ પંજાબ લઈ ગયા છે. શું દિલ્હીમાં હારથી અરવિંદ કેજરીવાલ પર એટલી અસર થઈ છે કે, તેઓ અમેઠીમાં રાહુલ ગાંધી જેવું વર્તન કરવા લાગ્યા છે? અમેઠીમાં રાહુલ ગાંધીની 2019ની હાર બાદ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તા મોરચો સંભાળી રહ્યા છે અને અમેઠી લોકસભા સીટ પર વર્ષ 2024માં કિશોરી લાલ શર્માની જીત આ વાતનો પુરાવો છે.
નિશ્ચિત રૂપે પંજાબ રાજનીતિક હિસાબે આમ આદમી પાર્ટી માટે રીતે સૌથી મહત્ત્વપૂર્ણ થઇ ગયું છે. એવું માનવામાં આવે છે કે, લુધિયાણા પશ્ચિમ બેઠક પર પેટાચૂંટણી થવાની છે, અને તે એટલે પણ મહત્ત્વપૂર્ણ થઇ જાય છે કેમ કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ ચૂંટણી ક્યારે થશે તે પણ ખબર નથી. આમ તો, ગુજરાતમાં પણ પેટાચૂંટણી થવાની છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે ઘણો સમય છે. 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. અરવિંદ કેજરીવાલને અધવચ્ચે સરકાર પડી જવાનો ડર અનુભવાય રહ્યો છે, પરંતુ પંજાબના ચક્કરમાં દિલ્હીથી દૂર થવાનું જોખમ ઉઠાવવાનો અર્થ શું છે?

પંજાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અહીં અમારી આખી પંજાબ સરકાર બેઠી છે અને પંજાબના બધા વરિષ્ઠ નેતાઓ પણ આવ્યા છે. મીટિંગનો એક જ હેતુ છે, પંજાબના ભવિષ્ય માટે આ મીટિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે બધા પંજાબના નશાને દૂર કરવાના ઉદ્દેશ્યથી ભેગા થયા છીએ અને મારું દિલ કહે છે કે, જો આ હોલની અંદર બેઠા એક-એક નેતા જો નક્કી કરી લીધું કે પંજાબથી નશો દૂર કરવાનો છે તો પંજાબમાં નશો ખતમ થતા કોઇ નહીં રોકી શકે. અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, છેલ્લા એક મહિનામાં હજારો તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામથી પંજાબના લોકો કાંપે છે અને હવે બુલડોઝરથી તેમના ઘરોને તોડી પાડવામાં આવી રહ્યા છે. અને પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથવાળા અંદાજમાં કહે છે કે, જો કોઈ ગુનેગાર પોલીસ સાથે ઘર્ષણ કરે છે તો પોલીસકર્મી તેને ગોળી મારવામાં ખચકાતા નથી. નશા તસ્કરોને અમારો સ્પષ્ટ સંદેશ છે. ક્યાં તો પંજાબમાં નશો વેચવાનું બંધ કરી દો, અથવા પંજાબ છોડી દો.
અરવિંદ કેજરીવાલે ભલે પંજાબમાં ધામા નાખી દીધા હોય, પરંતુ દિલ્હીમાં અત્યારે પણ તેઓ નિશાના પર છે. દિલ્હી સરકારના મંત્રી મનજીન્દર સિંહ સિરસા કહી રહ્યા છે કે, અરવિંદ કેજરીવાલ જી એટલા ડિપ્રેશનમાં આવી ગયા છે કે તેમને પંજાબ લઈ જવામાં આવે છે અને માટી-મોટી ગાડીઓમાં બેસાડીને પાછળ પોલીસની ગાડીઓ ચલાવવામાં આવી રહી છે, જેથી લાગે કે તેઓ સત્તામાં છે. જેમ કોઈ સ્કૂલનું બાળક રડે છે ત્યારે તેમના માટે રમકડું લાવવામાં આવે છે, કેજરીવાલ જીને પંજાબ સરકારના હેલિકોપ્ટરમાં બેસાડીને લઇ ગયા છે.
દિલ્હી વિધાનસભામાં અત્યાર સુધી CAGના 6 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. છઠ્ઠો રિપોર્ટ રજૂ કરતી વખત સિરસા કહી રહ્યા હતા કે, વિપક્ષ એટલે ન આવ્યું કેમ કે અરવિંદ કેજરીવાલજીનો ફોન આવે છે, તેઓ કહે છે, તે મારા કાચા ચિઠ્ઠા ખોલી રહ્યા છે અને તમે લોકો આરામથી સાંભળી રહ્યા છો. મને અરવિંદ કેજરીવાલના એક સાથીએ કહ્યું કે તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવી શકતા નથી.
એ કપિલ મિશ્રા જ છે, જે એક વખત અરવિંદ કેજરીવાલ પર 2 કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. ભાજપમાં સામેલ થયા બાદ ‘ઘૂંઘરું શેઠ’ બોલીને સોશિયલ મીડિયા પર સતત પ્રહાર કરતા રહ્યા અને દિલ્હી સરકારના મંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરવા અગાઉ જ કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારની તપાસ કરવવાની પણ જાહેરાત કરી હતી.
એવામાં, જ્યારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ ઉત્તર-પૂર્વ દિલ્હી દંગાઓમાં કથિત ભૂમિકા માટે FIR નોંધીને તપાસ માટેના નિર્દેશ આપ્યા છે, ત્યારે અરવિંદ કેજરીવાલ ઘટનાસ્થળેથી કેમ ગાયબ નજરે પડી રહ્યા છે. કપિલ મિશ્રા વિરુદ્વ અરજીની સુનાવણી કરતા, એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાનું કહેવું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તેઓ સંગીન ગુનાનો કેસ હોવાનું જાણવા મળ્યું છે. કપિલ મિશ્રા અને અન્ય સામે તપાસની જરૂર છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કડનું કહેવું છે કે, બધાએ જોયું કે કપિલ મિશ્રાએ દિલ્હીમાં કેવી રીતે દંગા ભડકાવ્યા. કોર્ટને જાણવા મળ્યું કે, કપિલ મિશ્રા દંગાઓ દરમિયાન ઉપસ્થિત હતા અને તેમના પર આગળની તપાસ થવી જોઈએ. શું તેઓ કેબિનેટ મંત્રી બનવા લાયક છે? શું રેખા ગુપ્તા જી આવા વ્યક્તિને પોતાની કેબિનેટમાં બનાવી રાખશે?
AAP ધારાસભ્ય જરનૈલ સિંહ કહે છે કે, ભાજપે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ ક્યાં સુધી નફરત ફેલાવનારાઓને પ્રોત્સાહન આપશે? તો શું આવા મામલાઓમાં અરવિંદ કેજરીવાલનો રસ ખતમ થઇ ગયો છે? શું આ બધું અરવિંદ કેજરીવાલને દિલ્હીના રાજનીતિથી દૂર નથી કરી રહ્યું છે?
Related Posts
Top News
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Opinion
-copy-recovered3.jpg)