આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'લાડલી બહેન યોજના'એ રાજ્યના બજેટને હચમચાવી નાખ્યું છે. મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય ભરણેએ જણાવ્યું હતું કે આ યોજનાને કારણે રાજ્યની તિજોરી પર નાણાકીય બોજ વધી રહ્યો છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો.

મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય ભરણેએ પુણેના ઇન્દાપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યના દેવામાં વધારાને કારણે, ગયા અઠવાડિયે મહાયુતિ સરકારના બજેટમાં 'લાડલી બહેન યોજના' માટેના ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ યોજના માટે અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, 21-65 વર્ષની વયની મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવતા હતા.

KYC, Gaming Apps
bhaskar.com

અહીં તમને જણાવી દઈએ કે, 'લાડલી બહેન યોજના' ગયા વર્ષે જુલાઈ 2024માં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. આવી સ્થિતિમાં, શિવસેના, NCP અને BJP સરકારે સત્તામાં આવવાના લોભમાં વચન આપ્યું હતું કે તેઓ આ યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા આપશે. હવે લઘુમતી મંત્રીએ તેમના સમર્થકોને અપીલ કરી છે અને કહ્યું છે કે, 'સરકાર 'લાડલી બહેન યોજના'ના નાણાકીય બોજનો સામનો કરી રહી છે. આ વાત માનવી જ પડે એમ છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે, આ વર્ષે ઓછી માંગ કરજો.' અર્થ સ્પષ્ટ છે કે પૈસાની અછતને કારણે લોકોને ઓછી માંગણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Dattatraya Bharane
marathi.abplive.com

હવે વિપક્ષી નેતાઓ આ યોજનાને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યની મહાયુતિ સરકાર 'લાડલી બહેન યોજના' બંધ કરવા જઈ રહી છે, જોકે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી શંભુરાજ દેસાઈએ આ વાતનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, 'સરકારના કોઈપણ મંત્રી કે નેતાએ એવું નથી કહ્યું કે અમે 'લાડલી બહેન યોજના' બંધ કરવા જઈ રહ્યા છીએ.'

Dattatraya Bharane
loksatta.com

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે રાજ્યમાં 'લાડલી બહેન યોજના' લાગુ કરવામાં આવી છે. પરંતુ હવે આ યોજનાને કારણે અન્ય કલ્યાણકારી યોજનાઓના બજેટમાં કાપ મૂકવાનો મુદ્દો ચર્ચામાં છે. આ યોજના માટે, સામાજિક ન્યાય વિભાગ પાસેથી 7,000 કરોડ રૂપિયા અને આદિજાતિ વિકાસ વિભાગ પાસેથી 3,000 કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. કુલ 10,000 કરોડ રૂપિયાનું બજેટ અન્ય યોજનાઓમાંથી લેવામાં આવ્યું છે.

Related Posts

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.