- National
- શું દિલ્હીના રાજકારણમાં આવશે વળાંક? CM રેખા ગુપ્તાએ કહ્યું, '...તો હું મંત્રી હોત, પ્રવેશ વર્મા CM!'...
શું દિલ્હીના રાજકારણમાં આવશે વળાંક? CM રેખા ગુપ્તાએ કહ્યું, '...તો હું મંત્રી હોત, પ્રવેશ વર્મા CM!'

રાજકારણમાં, ઘણીવાર કૌટુંબિક વારસો અને નેતૃત્વ વિશે ચર્ચાઓ થતી રહે છે. દિલ્હીના CM રેખા ગુપ્તાએ ફરી એકવાર આ વિષય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જ્યારે તેઓએ ભૂતપૂર્વ CM સાહિબ સિંહ વર્માના જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના પરિવાર, નેતૃત્વ અને દિલ્હીના વિકાસ વિશે ખુલીને વાત કરી. કાર્યક્રમમાં બોલતા CM રેખા ગુપ્તાએ કહ્યું કે, 'મારું સૌભાગ્ય છે કે, આજે હું આ પદ પર છું અને મારો ભાઈ મંત્રી છે. વાત આનાથી જુદી પણ હોઈ શકતે, હું મંત્રી હોત અને પ્રવેશ CM હોત. પરંતુ આપણી પરંપરામાં, મોટી દીકરીને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે, કદાચ આ જ કારણ હોઈ શકે છે.'

કાર્યક્રમ દરમિયાન CM રેખા ગુપ્તાએ પોતાના બાળપણની યાદો પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેઓ અને પ્રવેશ વર્મા એક જ શાળામાં ભણ્યા હતા અને તેમણે સાહેબ સિંહ વર્માને એક સામાન્ય કાઉન્સિલરથી CM બનવા સુધીની સફર કેવી રીતે જોઈ. તેમણે કહ્યું કે, દિલ્હીમાં સાચા અર્થમાં છેલ્લી વખત વિકાસ કાર્ય ત્યારે થયું હતું, જ્યારે સાહિબ સિંહ વર્મા CM હતા. CM રેખા ગુપ્તાએ કહ્યું કે સાહિબ સિંહ વર્મા તેમના માટે માત્ર એક રાજકીય પ્રતિક નહોતા, પરંતુ તેઓ તેમના માર્ગદર્શક પણ હતા. તેમણે કહ્યું કે, મને બાળપણથી જ તેમના આશીર્વાદ મળતા આવ્યા છે. મેં તેમનો સંઘર્ષ જોયો છે, તેઓ જમીન સાથે જોડાયેલા રહીને લોકોની સમસ્યાઓ કેવી રીતે હલ કરતા હતા.

જ્યારથી દિલ્હીમાં BJPની સરકાર બની ત્યારથી CM રેખા ગુપ્તા સતત મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર સાહિબ સિંહ વર્માના અધૂરા કામને પૂર્ણ કરશે અને લોકોના કલ્યાણ માટે નવા પગલાં લેશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમના પિતાની જેમ પ્રામાણિક અને સાચા નેતા બનવા માંગે છે. CM રેખા ગુપ્તાના આ નિવેદન પછી રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. કેટલાક લોકો આને એક મજબૂત રાજકીય સંકેત તરીકે લઈ રહ્યા છે કે, દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર ભાઈ-બહેનવાદની ચર્ચા વેગ પકડી શકે છે. જ્યારે, કેટલાક વિશ્લેષકો માને છે કે આ નિવેદન ફક્ત આદર દર્શાવવાનો એક માર્ગ હતો, જેથી BJPના પરંપરાગત મતદારો એક થઈ શકે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આવનારા દિવસોમાં દિલ્હી સરકાર કઈ નવી યોજનાઓની જાહેરાત કરે છે અને CM રેખા ગુપ્તા તેમના પિતાની જેમ દિલ્હીના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે કે નહીં.
Related Posts
Top News
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...
ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ
તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે
Opinion
