- National
- શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો સંકલ્પ કર્યો છે. કમિશન હવે મતદાર ID (EPIC)ને આધાર સાથે લિંક કરવાની યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે. આ પગલું એવા મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે જેઓ એક કરતાં વધુ સ્થળોએ મતદાર તરીકે નોંધાયેલા છે.
આ માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર સાથે મળીને એક નવી યોજના તૈયાર કરી છે. મંગળવારે આ મામલે ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા સચિવ અને UIDAIના CEO સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં, મતદાર ID સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભાર મૂક્યો છે કે, એક જ મતદારના નામ અને ઓળખમાં સુધારો કરવા માટે આ પહેલ જરૂરી છે. આનાથી નકલી મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં મદદ મળશે.
આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT), NCP (SCP) અને BJD જેવા અનેક રાજકીય પક્ષોએ મતદારોના EPIC નંબર સમાન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કમિશને સ્વીકાર્યું કે, કેટલાક રાજ્યોમાં ખામીયુક્ત આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ભૂલથી સમાન નંબરો ફરીથી બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ આને છેતરપિંડી કહી શકાય નહીં. હવે કમિશને આ મુદ્દાનો નક્કર ઉકેલ શોધવા માટે સક્રિય પગલાં લીધાં છે.

વધુમાં, ચૂંટણી પંચે 800થી વધુ જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારીઓને સ્થાનિક રાજકીય પક્ષો સાથે 5,000થી વધુ બેઠકો યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ બેઠકોના પરિણામે મળેલ પ્રતિસાદ 31 માર્ચ સુધીમાં કમિશનને સુપરત કરવામાં આવશે.
2023માં, સુપ્રીમ કોર્ટમાં એક PILના જવાબમાં, કમિશને સ્પષ્ટતા કરી હતી કે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે આધાર નંબર ફરજિયાત નથી. હવે કમિશન વિવિધ હિસ્સેદારો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે અને યોગ્ય કાનૂની અને તકનીકી ઉકેલો પર કામ કરી રહ્યું છે, જેના પછી લોકોએ આધાર અને મતદાર IDને તે જ રીતે લિંક કરવા પડશે, જે રીતે તેઓએ આધાર અને PANને લિંક કરવાનું હતું.
Related Posts
Top News
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...
ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ
તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે
Opinion
