આંબા પર 40 વર્ષમાં સૌથી વધુ મોર જોવા મળતા કેરીના ઉત્પાદનમાં 30%નો વધારો સંભવ

PC: twitter.com

શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો આવ્યોને કેરી લાવ્યો, જી. હા ગુજરાતીઓ માટે ઉનાળો આમ તો ગરમીથી ત્રાહિમામ કરી મૂકે છે. પરંતુ એમાં પણ એક મજા હોય તો તે છે. કેરીની ઉનાળો આવે એટલે કેરીની રાહ જોઇને બેઠા હોઇએ છે. તેવામાં આ વખતે કેરી ચાહકો માટે ખુશીના સમાચાર છે. જો કોઇ કુદરતી આફ્ત ન આવે તો આ વખતે મનભરીને કેરી ખાઇ શકાશે.

આ વખતે કેરીના ઉત્પાદનમાં 25-30 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. કારણ કે 40 વર્ષમાં સૌથી વધારે મોર આ વખતે જોવા મળી રહ્યો છે. કેસર કેરી સહિતની કેરીના ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે તેમ છે. હાલમાં અંકલેશ્વરના દીવા, બોરભાઠા, અવાદર સહિત ના ગામોમાં આંબાવાળી છે. જેમાં આંબા ઉપર હાલ પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો છે.

અંકલેશ્વર વિસ્તારમાં આંબાના વૃક્ષો પર ભરપૂર પ્રમાણાં મોર આવતા ઉત્પાદન સારૂ આવવાની આશા બંધાઇ છે.

તેમણે ફેબ્રુઆરી મહિનામાં જ આટલા કેરીના મોર ક્યારેય જોયા નથી. હાલ નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી શક્યતા છે. સુધી 4 વખત મોર આવી ગયા છે. તેથી જો વાતાવરણમાં બદલાવ કે કુદરતી આફ્ત ન આવે તો આ વખતે કેરીના પાકમાં મબલક વધારો થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે વાતાવરણ આંબાવાડીને અનુકુળ રહેતા કેરીનો મોર વધુ જોવા મળી રહ્યો છે. તેથી કેરીના ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. જો કે ગયા વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેથી કેરી ચાહકોને સ્વાદ મોંઘો પડ્યો હતો. ઉત્પાદન ઓછુ હોવાથી કેરીના ભાવ પણ વધ્યા હતા. પરંતુ આ વખતે કેરીના ભાવ પણ ઘટવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp