સાક્ષી મહારાજે ફટાકડાને લઇ કરી દિવાળી અને બકરી ઇદની તુલના

બીજેપી નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવાર વિવાદિત બયાન કરીને વિવાદ ઉભો કર્યો છે.કોરોના સંક્રમણને કારણે હોમ કવોરેન્ટાઇન થયેલા સાક્ષી મહારાજે ફેસબુક પર બકરી ઇદને લઇને વિવાદીત ટીપ્પ્ણી કરી છે. સાંસદ સાક્ષી મહારાજે દિવાળીમાં આતશબાજીને લઇને ઉભી થનારી બબાલ માટે ફેસબુક પર પોસ્ટ કરી છે.

સાક્ષી મહારાજે ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે જે વર્ષે બકરા વગર બકરી ઇદ મનાવાશે તે વર્ષથી દિવાળી ફટાકડા વગર મનાવવામાં આવશે.સાક્ષી મહારાજ ભાજપમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે અને તેમણે અનેક વિવાદો ઉભા કર્યા છે.

ફેસબુક પર પ્રદુષણને કારણે ફટાકડા નહીં ફોડવાના સંદેશા સામે સાંસદ સાક્ષી મહારાજ લાલઘુમ થયા હતા.તેમણે કમેન્ટમાં લખ્યુ કે જે દિવસે વગર બકરાએ બકરી ઇદ મનાવવામાં આવશે એ દિવસથી દેશમાં ફટાકડાં વગર દિવાળી મનાવાશે.સાક્ષી મહારાજે કહ્યું કે પ્રદુષણના નામે ફટાકડાને લઇને વધારે જ્ઞાન થોપવાની જરૂર નથી.

ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ આ પહેલાં પણ અનેક વખત વિવાદીત ટીપ્પ્ણીઓ કરી ચુકયા છે.જેને કારણે તેઓ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. ભાજપમાં સાક્ષી મહારાજની ગણતરી એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે કરવામાં આવે છે. હાલમાં સાક્ષી મહારાજ કોરોનાથી સંક્રમિત થયા છે અને દિલ્હીમાં હોમ કવોરેન્ટાઇન છે.આ દરમ્યાન તેમણે ફેસબુક પર દિવાળી અને બકરી ઇદની તુલના કરી નાંખી. તેમણે ફટાકડાને કારણે થતા પ્રદુષણ પર વધારે જ્ઞાન નહીં આપવા લોકોને અનુરોધ કર્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ  જે રાજયોમાં પુઅર એર કવોલિટી છે ત્યાં 30મી નવેમ્બર સુધી ફટાંકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. એનજીટીએ દિલ્હી, ઓડીસા, સિક્કીમ સહિત 24 રાજયોમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. એનજીટીનું કહેવું છે કે પુઅર એરકવોલીટમાં ફટાંકડા ફોડવાથી પ્રદુષણ વધશે અને કોવિડ-19 પેશન્ટને માટે મુશ્કેલી ઉભી થશે. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી દેશભરના હિંદુઓમાં નારાજગી ફેલાઇ ગઇ છે, કારણ કે દિવાળીએ હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને કોરાના કાળમાં ઘણાં તહેવારો હિંદુઓ ઉજવી શકયા નથી ત્યારે ફટાકડા વગરની દિવાળી કેવી રીતે ઉજવવી એ બાબતે હિંદુઓ ચિંતા વ્યકત કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માનવાધિકાર અને લોકતંત્ર માટેના તેમના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશટ કરવામાં...
World  Politics 
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ

પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા...
Sports 
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર...
National 
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આ દિવસથી...
National 
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.