જ્યાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજને કેદ કરાયા હતા ત્યાં તાજમહેલથી ભવ્ય સ્મારક બનશે

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે આજે તેના બજેટ સત્ર દરમિયાન આગ્રામાં મહારાજ શિવાજીના નામે એક ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ નવું સ્મારક આગ્રામાં તે જ જગ્યાએ બનાવવામાં આવશે જ્યાં ઔરંગઝેબે મહારાજા છત્રપતિ શિવાજીને કેદ કર્યા હતા. હવે મહારાષ્ટ્રના DyCM અજિત પવારે જાહેરાત કરી છે કે ત્યાં તાજમહેલ કરતાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.

Agra Fort
tv9hindi.com

આ અગાઉ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવશે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ કહ્યું હતું કે, UPના CM યોગી આદિત્યનાથ સાથે આ સંદર્ભમાં વાત કરવામાં આવશે અને રાજ્ય સરકાર મીના બજાર નામના સ્થળે સ્મારક બનાવવા માટે જમીન સંપાદન કરશે. CM ફડણવીસે કહ્યું હતું કે, 'આગ્રા કોઠી (જે મીના બજાર તરીકે ઓળખાય છે) ખાતે એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજને કેદમાં રાખવામાં આવ્યા હતા. આ માટે મહારાષ્ટ્ર સરકાર જમીન સંપાદન કરશે. ત્યાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે હું CM યોગી આદિત્યનાથ સાથે વાત કરીશ.'

Agra Fort
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, ગયા મહિને CM ફડણવીસ અને DyCM એકનાથ શિંદે અને DyCM અજિત પવારની જોડીએ મહારાષ્ટ્રના જુન્નરમાં શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. તે જ સમયે, જનતાને સંબોધિત કરતી વખતે, CM ફડણવીસે મહારાષ્ટ્રના કિલ્લાઓ પરથી અતિક્રમણ દૂર કરવા અને તેમને યોગ્ય રીતે વિકસાવવાનું વચન આપ્યું હતું.

Agra Fort
etvbharat.com

આ જ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, મરાઠા નેતા અને DyCM એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર સરકારે યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ માટે 12 કિલ્લાઓના નામ મોકલ્યા છે, અને શિવનેરી તેમાંથી એક છે. શિવાજી મહારાજના કિલ્લાની માટીનું તિલક લગાવીને, અમે અમારા છેલ્લા શ્વાસ અને લોહીના છેલ્લા ટીપા સુધી મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ. જ્યારે પણ અમે અહીં આવીએ છીએ, ત્યારે અમને પ્રેરણા મળે છે અને એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે.'

Related Posts

Top News

12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં 12000 રૂપિયાના પગારે નોકરી કરનાર ઈડરના રતનપુર ગામના યુવકને આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેના નામે થયેલા...
Gujarat 
12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

જાન આવે એ પહેલા પાણી ખૂટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકામાં આવેલું કેલધરા ગામ 2500ની વસ્તી ધરાવે છે. ગામમાં પાણીની ટાંકી છે, પરંતુ તેમાં પાણી જ...
Gujarat 
જાન આવે એ પહેલા પાણી ખૂટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

જિગ્નેશ મેવાણી: શું ગુજરાતના દલિત સમાજ માટે નવું નેતૃત્વ સાબિત થશે?

ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર જિગ્નેશ મેવાણી એક એવું નામ છે જે યુવા નેતૃત્વ અને દલિત અધિકારોની તરફે ઊભા...
Opinion 
જિગ્નેશ મેવાણી: શું ગુજરાતના દલિત સમાજ માટે નવું નેતૃત્વ સાબિત થશે?

ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટવર્પમાં પકડાયો, ભારત લવાશે

દેશની પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલો મેહુલ ચોક્સી બેલ્જીયમના એન્ટવર્પમાંથી પકડાયો છે....
World 
ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટવર્પમાં પકડાયો, ભારત લવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.