ટાટા પછી હવે આ કંપનીની પણ લેબ-ગ્રોન ડાયમંડ્સ બજારમાં એન્ટ્રી

ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીના POME બ્રાન્ડ લોંચ કર્યા પછી, હવે આદિત્ય બિરલા ગ્રૂપની ઇન્દ્રિયા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ માટે વિચારી રહી છે. ઇન્દ્રિયા આગામી 18 મહિનામાં 100 નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે અને લેબ-ગ્રોન ડાયમંડમાં સેક્ટરમાં પણ ઉતરવાનું વિચારી રહી છે.
2024માં ₹5000 કરોડના રોકાણ સાથે શરૂ થયેલ ઇન્દ્રિયા હાલમાં નવી દિલ્હી, અમદાવાદ, પુણે અને ઇન્દોરમાં 12 સ્ટોર ચલાવે છે. જાન્યુઆરી 2025 સુધી આ સંખ્યા 14 સુધી પહોંચી શકે છે. કંપની ઝડપથી વિસ્તરણ માટે ફ્રેન્ચાઇઝી મોડલ પર વિચાર કરી રહી છે.
સીઇઓ સંદીપ કોહલીએ જણાવ્યું કે ઇન્દ્રિયા હજી પણ પ્રાકૃતિક ડાયમંડ પર જ ફોકસ કરી રહી છે. જોકે, જ્યારે લેબ-ગ્રો ડાયમંડ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. ટાટા ગ્રૂપના પગલાંને જોતા, ઇન્દ્રિયા પણ ગ્રાહક માંગ મુજબ આ દિશામાં આગળ વધવા માટે તૈયાર છે.
ઇન્દ્રિયાનો હેતુ તનિષ્ક, રિલાયન્સ જ્વેલ્સ, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, જોયાલુક્કાસ અને માલાબાર ગોલ્ડ જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાનો છે. ટાટા પછી બિરલા પણ લેબ-ગ્રો ડાયમંડ માર્કેટમાં પ્રવેશ કરી રહ્યો છે, જે ભારતના હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.
ટાટા ગ્રૂપની ટ્રેન્ટ કંપનીએ POME બ્રાન્ડ લૉન્ચ કર્યું છે, જ્યારે ગોલ્ડિયમ ઈન્ટરનેશનલએ ORIGEM બ્રાન્ડ શરૂ કર્યું છે. તેમ છતાં, વધુ ઉત્પાદન અને કિંમતોના ચઢાવ-ઉતાર જેવી બાબતો આ સેક્ટરમાં ચિંતાનો વિષય છે. ઇન્દ્રિયાની વિસ્તરણ યોજના અને લેબ-ગ્રો ડાયમંડ પ્રત્યેનું તેનું વલણ ભારતીય જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો દિશા સૂચવતો વલણ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp