સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બે અધધ ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું

PC: khabarchhe.com

સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. રૂ.50 વધારો થતા ડબ્બે રૂપિયા 3000ની નજીક ભાવો થઈ ગયા છે. અગાઉ પણ 50 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો ત્યાર બાદ ફરી ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે.

કોરોના કાળમાં જે રીતે તેલના ભાવોમાં વધારો ધીમી ગતિએ વધ્યો હતો એજ રીતે ફરી એકવાર આ વધારો જોવા મળી રહ્યો છે. તેલના ભાવો આસમાને પહોંચતા મોંઘવારીનો સામનો કરતા લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. તેલના ભાવે લોકોને ફરી એકવાર દઝાડ્યા છે. ત્રણ દિવસમાં 150 જેટલો વધારો ઝિંકાતા સિંગતેલના ડબ્બે રૂપિયા 2900 થઈ ગયા છે. 3000 સિંગતેલના ભાવ પહોંચે તો નવાઈ નહીં.

મગફળીના પિલાણ માટે ના આવતી હોવાથી પણ આ ભાવમાં વધારો થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તેલના ભાવોમાં સતત વધઘટ છેલ્લા બેથી ત્રણ વર્ષની અંદર જોવા મળી છે. તેમાં પણ ખાસ કરીને આ ભાવો નજીકના વર્ષોમાં વધુ વધ્યા છે. 

સિંગતેલ સૌથી વધુ લોકો રસોઈમાં ઉપયોગ કરતા હોય છે. કપાસિયા તેલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પરંતુ સિંગતેલમાં ફરી એકવાર વધારો થતા તેલ મોંઘું થયું છે. બે દિવસ પહેલા રૂ.50નો વધારો કરાયો હતો ત્યારે 2770નો સિંગતેલનો ડબ્બો હતો ત્યારે ભાવ વધતા વધતા 2900 સુધી પહોંચી ગયો છે. જેથી ઘરની ગૃહીણીઓનું બજેટ પણ તેના કારણે ખોરવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp