- Central Gujarat
- IPS હરેશ દૂધાતે આફ્રિકાના સૌથી ઊંચા શીખર કિલીમંજારો પર ફરકાવ્યો તિરંગો
IPS હરેશ દૂધાતે આફ્રિકાના સૌથી ઊંચા શીખર કિલીમંજારો પર ફરકાવ્યો તિરંગો
.jpg)
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા IPS અધિકારી હરેશ દુધાતે ગુજરાતને મોટું ગૌરવ અપાવ્યું છે. તેમણે ભારતના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે આફ્રિકા ખંડના સૌથી ઊંચા પહાડ કિલીમંજારો (તાંઝાનિયા) પર ભારતનો તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ લહેરાવ્યો હતો. આનો વીડિયો પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે વાયુવેગે પસરી ગયો હતો. તેમની આ સિદ્ધિના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.
ગાંધીનગરમાં સ્ટેટ આઈબીમાં ફરજ બજાવતા IPS હરેશ દૂધાતે આફ્રિકામાં આવેલું સૌથી ઊંચું કિલીમંજારો શિખર સર કરી ગણતંત્ર દિવસ નિમીત્તે 17 હજાર ઉંચાઈ પર ભારત દેશનો તિરંગો લહેરાવીને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું હતું.
IPS હરેશ દૂધાત રમતગમત અને એન્ડવેન્ચરના શોખીન છે. વારંવાર ટ્રેકિંગ માટે પહાડી વિસ્તારમાં જતા હોય છે. હવે હરેશ દૂધાતની આવનાર સમયમાં યુરોપના સૌથી ઉંચા માઉન્ટ એમ્બ્રસ સર કરવાની ઈચ્છા છે.
IPS હરેશ દૂધાતની આ સિદ્ધિથી આજના યુવાનોને પણ પ્રેરણા મળે છે અને તેઓ પણ હરેશ દૂધાતને જોઈને એક લક્ષ્ય સાથે આગળ વધી શકે છે. હરેશ દૂધાતના આ સાહસે તેમણે દેશપ્રેમની ભાવના અને પોલીસ દળની બહાદુરીનું પ્રતીક સ્થાપિત કર્યું છે.
આ માઉન્ટેન સર કરતા પહેલા તેમણે લખ્યું હતું કે, તાંઝાનિયાના હૃદયમાં પ્રવેશ કર્યો અને ભવ્ય માઉન્ટ કિલીમંજારોના હોરોમ્બો હટ પર ટ્રેકિંગ કર્યું. જ્યાં દરેક પગલું તમને આકાશની નજીક લઈ જાય છે! રસ્તામાં, લીલાછમ વરસાદી જંગલોથી લઈને દુર્લભ આલ્પાઇન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સુધી, પ્રકૃતિના અદભુત સૌંદર્યમાં ડૂબી જવાય તેવું છે.
તાંઝાનિયાના લોકોની આગતા સ્વાગતા, સ્વાગત કરતું સ્મિત, જેમની દયા અને જીવંત સંસ્કૃતિ સાહસને અવિસ્મરણીય બનાવી દે છે.
તમે ઉહુરુ શિખર પર સૂર્યોદયનો પીછો કરી રહ્યા હોવ કે નીચે વન્યજીવનને જોઈને આશ્ચર્ય પામી રહ્યા હોવ, કિલીમંજારો એક ટ્રેક કરતા વધુ છે - તે જીવન અને પ્રકૃતિનો ઉત્સવ છે.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
