અનંતના બર્થ ડે પર સલમાને ગીત ગાયું, બધા હસ્યા, લોકો કહે હવે નહીં ગાતો, Video

જામનગરમાં ફરી એકવાર ફિલ્મ સ્ટાર્સના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રી-વેડિંગ પછી હવે અનંત અંબાણીની બર્થડે પાર્ટીનો સમય છે, જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા છે. જામનગરથી વિડીયો આવવા લાગ્યા છે, જેમાં સલમાન ખાન એક દિવસ પહેલા જ અનંત અંબાણી માટે જન્મદિવસનું ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન B પ્રાકની ધૂનમાં ગાવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ લોકો તેના અવાજની મજાક ઉડાવી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી 10 એપ્રિલે તેમનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે અને તે પણ જામનગરમાં. તાજેતરમાં, અહીં એક પ્રી-વેડિંગ ગેધરીંગ પણ યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ સ્ટાર્સથી લઈને વિશ્વભરની સેલિબ્રિટીઓ સુધી દરેકે ભાગ લીધો હતો. હવે પ્રી-બર્થ ડે રાત્રે અનંત માટે સ્ટાર્સની ભીડ એકઠી થવા લાગી છે. આ પ્રસંગના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં સલમાન ખાન B પ્રાક સાથે ગાવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
જોકે, લોકો સલમાનનો સિંગિંગ વીડિયો જોઈને તેની મજાક ઉડાવી રહ્યા છે. એકે કહ્યું, સલમાન ગાય રહ્યો છે અને હું શરમ અનુભવી રહ્યો છું. એક યુઝરે લખ્યું, મારા ભાઈ વતી હું તમારા બધાની માફી માંગુ છું. બીજાએ કહ્યું, સરસ પ્રયાસ છે સલમાન સાહેબ, પણ ફરી ના કરશો.
આ અવસર પર B પ્રાકે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેણે અનંતના જન્મદિવસ પર પરફોર્મ કરવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી છે, અને તેની સાથે તેના પરિવારની જેમ વર્તે છે તે બદલ સલમાન ખાનનો આભાર માન્યો છે.
આ દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને સલમાન ખાન એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે અને ફેન્સ તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પહેલા સલમાનનો જામનગર એરપોર્ટ પરથી બહાર આવતા એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે તેના બોડીગાર્ડ અને સુરક્ષા કર્મચારીઓ સાથે જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં ઓરી પણ સલમાનને શૂટ કરતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્હાન્વી કપૂર પણ તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આ પાર્ટીમાં હાજરી આપશે. અનંત અંબાણી 10 એપ્રિલે પોતાનો 29મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. ચોક્કસ ફરી એકવાર બોલિવૂડ સ્ટાર્સની મોટી પાર્ટી થવા જઈ રહી છે.
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો. હવે સલમાન ખાન પાસે 'ટાઈગર વર્સિસ પઠાણ', 'શેર ખાન', 'પ્રેમ કી શાદી', 'દબંગ 4', 'બજરંગી ભાઈજાન 2', 'કિક 2' જેવી ફિલ્મો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp