અહેેમદ પટેલ સુપુર્દ-એ-ખાક, અંતિમ યાત્રામાં જામી મોટી ભીડ, જુઓ ફોટો

On

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું નિધન ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેનના મારફતે વડોદરાના એરપોર્ટ પર લાવવમાં આવ્યો હતો. પીરામણ ગામથી કબ્રસ્તાન સુધી અહેમદ પટેલની અંતિમ યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી.

વડોદરાના એરપોર્ટ પરથી અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાંથી અહેમદ પટેલમાં પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે પિરામણમાં લઇ જવામાં આવ્યો હતો.

પિરામણમાં અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યા પછી સુન્ની વ્હોરા જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલન પાર્થિવદેહની દફનવિધિની તૈયારી કરવામાં આવી હતી. જનાજાની નમાજ અદા કર્યા પછી અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતો અને રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

અહેમદ પટેલની દફનવિધિ સમયે ક્બ્રસ્તાનની બહાર હજારો લોકો એકઠા થયા હતા. જો કે, કબ્રસ્તાનમાં 50 લોકોને જ પ્રવેશાની મંજૂરી હોવાના કારણે કબ્રસ્તાનની બહાર એકઠા થયેલા લોકો અંતિમ દર્શન માટે કબ્રસ્તાનની અંદર જઈ શક્યા ન હોતા.

અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુષ્પગુચ્છ મોકલવામાં આવ્યો હતો. અહેમદ પટેલની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

પિરામણની જે ગલીઓમાંથી અહેમદ પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ લોકોએ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અંતિમયાત્રામાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમની યાત્રામાં લોકો સામાજિક અંતરના ભાન ભૂલ્યા હતા તો કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમયાત્રામાં જોડાવવા માટે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહીતના દિગ્ગજ નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા હતા. 

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati