ગુજરાત ભાજપના નેતાઓ સામે ફરી એક વિવાદીત પત્ર,કોર્પોરેટર, વોર્ડ પ્રમુખને મોકલાયો

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં એક ભાજપ કાર્યકરના નામે વિવાદીત પત્ર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભાજપના ધારાસભ્યો અને નેતાઓ સામે આરોપ મુકવામાં આવ્યા છે. વધુ એક લેટર વાયરલ થવાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને આ પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ભાજપના ધારાસભ્યો અને નેતાઓ પાસે રાતોરાત પૈસા કેવી રીતે આવ્યા? તેમની સંપત્તિ ક્યાં અને કેટલી છે તે વિશે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ આ લેટરમાં આનંદ ડાંગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક અને ધવલ રાવલના નામનો ઉલ્લેખ કરાયો છે. આ લોકોને કારણે ભાજપમાં કોઇ બોલી શકતું નથી એવું લખવામાં આવ્યું છે. આ લેટરને કારણે ભાજપનો આતંરિક વિખવાદ ફરી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp