જમીન માપણીમાં ક્ષતિ સુધારણા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

PC: Khabarchhe.com

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના સરકારના પાયલોટ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું છે કે, સરકારે ખેડૂતોને પડતી રી-સર્વે દરમિયાનની જે ક્ષતિઓ માલુમ પડી અને જેમણે વાંધા આપ્યા છે, ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારણા માટે ઝડપી અમલ થાય ઝડપથી એ લોકોની મુશ્કેલીઓનું નિવારણ થાય એના માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે.

તેમણે કહ્યું કે, આ બંને જિલ્લામાં સફળતાપૂર્વક પાયલોટ પ્રોજેક્ટનો અમલ કર્યા પછી બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રી-સર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે.

તેમણે  કહ્યું કે, વાતનું તાત્પર્ય રિસર્વે રદ કર્યો છે એવું ક્યારેય ન હતું. માત્ર રી-સર્વે દરમિયાન સરકારને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી, પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે. આવતા સમયમાં શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ, વાંધાના ઝડપથી નિકાલ આવે એના માટે આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp