બ્રિટનમાં ઇતિહાસ રચનાર મુળ ગુજરાતી છોકરી કોણ છે?

PC: facebook.com/profile.php?id=61556603574799

29 વર્ષની એક ગુજરાતી છોકરીએ બ્રિટનમાં ઇતિહાસ રચી દીધો છે. 37 વર્ષથી યુ કેના લિસેસ્ટર ઇસ્ટમાં જે લેબર પાર્ટીનો કબ્જો હતો તેની પર આ ગુજરાતી છોકરીએ જીત મેળવી છે.

બ્રિટનમાં 4 જુલાઇએ સામાન્ય ચૂંટણી હતી, જેમાં રૂષી સુનકની કર્ન્ઝવેટીવ પાર્ટીની કારમી હાર થઇ હતી, પરંતુ સુનકની પાર્ટીની એક છોકરીને લિસેસ્ટર ઇસ્ટમાંથી પાર્ટીએ ટિકિટ આપી હતી. આ એવી બેઠક છે જેની પર 37 વર્ષથી લેબર પાર્ટીનો ઉમેદવાર કબ્જો છે. આ બેઠક પરથ કોઇ જીતી શકતું નહોતું. પરંતુ મુળ ગુજરાતની દીવની શિવાની રાજાએ આ બેઠક પર ઐતિહાસિક જીત મેળવી છે.

શિવાનીનો જન્મ લિસેસ્ટરમાં થયો છે, પરંતુ તેની માતા ગુજરાતના દીવમાં રહેતા હતા અને પછી યુકે ગયા હતા. શિવાનીના પિતા પણ ગુજરાતી છે, જેઓ કેન્યાથી યુકે ગયા છે. શિવાનીએ બ્રિટનનની સંસદમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp