સુનિલ પાટીલે શિવ મહાપુરાણ કથા કરાવી તેમાં સંગીતા પાટીલને કેમ ટેન્શન થઇ શકે?

PC: twitter.com

સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેક્સટાઇલ ઉદ્યોગકાર સુનિલ પાટીલે ભારતની સૌથી મોટી શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યુ હતું. 16 જાન્યુઆરીએ શરૂ થયેલી આ કથા 22 જાન્યુઆરીના દિવસે સમાપન થયું. પંડિત પ્રદિપ મિશ્રાએ કથા વાંચન કર્યું હતું.

સુનિલ પાટીલે શિવ મહાપુરાણ કથા કરાવી તેમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલને કેમ ટેન્શન આવી શકે? જાણવા મળેલી માહિતી મુજબ કથામાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સુનિલ પાટીલ એક પાવરફુલ નેતા તરીકે ઉભરી આવ્યા. સુનિલ પાટીલ 2008થી ભાજપ સાથે સંકળાયેલા છે અને અનેક જવાબદારી સંભાળી ચૂક્યા છે. જો સુનિલ પાટીલનું વજન વધી જાય તો સંગીતા પાટીલનું લિંબાયત વિસ્તારમાંથી પત્તુ કપાઇ શકે છે. સુનિલ પાટીલે કહ્યું કે, ભોળાનાથની મારા પર અપાર કૃપા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp