- Lifestyle
- દીકરીના જન્મ પહેલા એક IITianએ લાખોની નોકરી છોડી, કહ્યું દીકરીની સંભાળ વધુ જરૂરી
દીકરીના જન્મ પહેલા એક IITianએ લાખોની નોકરી છોડી, કહ્યું દીકરીની સંભાળ વધુ જરૂરી

સામાન્ય રીતે પોતાના દેશમાં પિતા બન્યા બાદ લોકોને 10થી 12 દિવસની રજા મળે છે. ત્યાર બાદ બાળક લગભગ બધી જવાબદારી માતા પર આવી જાય છે. પણ એક પિતાએ પોતાના બાળકની સંભાળ કરવા માટે લાખો રૂપિયાની નોકરી છોડી દીધી. તે ચાહે છે કે, નાની છોકરી સાથે તે વધારે સમય વિતાવી શકે. તેના અનુસાર, આ એક રીતે તેના કરિયરનું પ્રમોશન જ છે. આ વધી વસ્તુઓ તમને થોડી અટપટી લાગી રહી હશે. પણ આ વાત સાચી છે.
IIT ખડગપુરમાંથી ભણેલા અંકિત જોશીએ કહ્યું કે, તેણે પોતાની નવજાત દીકરીની સાથે સમય વિતાવવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તે એક કંપનીનો સીનિયર વાઇસ પ્રસિડન્ટ હતો. એક મીડિયા ઇન્ટર્વ્યુમાં પોતાના નિર્ણય વિશે અંકિત જોશીએ કહ્યું કે, દીકરીના જન્મના થોડા દિવસ પહેલા, મેં પોતાની હાઇ સેલેરી જોબ છોડી દીધી છે. મને ખબર છે કે, આ એક અજીબ નિર્ણય હતો. લોકોએ તેને ચેતવણી આપી હતી કે, આગળ વધુ મુશ્કેલીઓ આવશે., પણ મારી પત્નીએ નિર્ણયનું સમર્થન કર્યું.
A post shared by Humans of Bombay (@officialhumansofbombay)
અંકિત જોશીએ સમજ્યું કે, એક કંપનીમાં સીનિયર વોઇસ પ્રેસિડન્ટના રૂપમાં, તેની નોકરી માટે તેણે વારે વારે યાત્રા કરવી પડતી હતી. કંઇક એવું કે જે પોતાની દીકરી સ્પીતિના જન્મ બાદ કરવા માટે તૈયાર ન હતો. તેણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, મારી દીકરીના દુનિયામાં આવવા પહેલા જે, મને ખબર હતી કે, હું પોતાનો બધો સમય તેની સાથે જ વિતાવવા માગતો હતો, મારા સપ્તાહ ભરના પિતૃત્વ અવકાશથી વધારે. મને ખબર હતી કે, આ મુશ્કેલ હશે. મેં થોડા મહિના પહેલા જ વિરષ્ઠ ઉપાધ્યક્ષના રૂપમાં એક નવું કામ શરૂ કર્યું હતું.
એ જાણતા કે, તેની કંપની તેના સપ્તાહ ભરના પિતૃત્વ અવકાશનો વિસ્તાર ન કરી શકશે, જોશીએ પોતાની ભૂમિકાથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. પોતાની નોકરી છોડ્યા બાદથી, જોશીએ પોતાનો સમય સ્પીતિની સંભાળમાં લગાવી દીધો. દીકરીનું નામ આવું એટલા માટે રાખ્યું કે, તેણે અને તેની પત્નિએ સ્પીતિ ઘાટીની યાત્રા દરમિયાન નિર્ણય લીધો હતો કે, તેઓ પોતાની દીકરીનું નામ આ શાનદાર જગ્યાના નામ પર રાખશે.
જોશીનું કહેવું છે કે, તે થોડા મહિના બાદ નવી નોકરી શોધી લેશે. આ દરમિયાન તે પોતાની દીકરી સાથે સમય વિતાવવાની યોજના બનાવી રહ્યો છે. તેણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, નાનો પિતૃત્વ અવકાશએ નિશ્ચત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કે, માતાઓ પિતાની તુલનામાં વધારે પિતૃત્વ કર્તવ્યોનું નિર્વાહ કરે છે. તેમણે કહ્યું કે, મને એ જોઇને નિરાશા હોય છે કે, કેવીરીતે અધિકાંશ કંપનીઓ એક મહત્વપૂર્ણ, લગભગ ના બરાબર પિતૃત્વ અવકાશ આપે છે. આ ફક્ત એક વખત નથી કે, પિતા બાળક સાથે કેટલું ઓછું જોડાય છે, પણ સંભાળની ભૂમિકામાં પિતાની જવાબદારીને ઓછી કરવા વિશે આ વાત છે.
તેણે આગળ કહ્યું કે, મેં જે પગલું લીધું છે તે સરળ નથી. ઘણા પુરુષો આમ ન કરી શકે. પણ મને આશા છે કે, આવનારા વર્ષોમાં પરિસ્થિત બદલાશે કારણ કે, પાછલા 1 મહિનામાં મેં જે જીવન જીવ્યું છે તે અન્ય દરેક વસ્તુની સરખામણીમાં વધારે સંતોષજનક છે.
Related Posts
Top News
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?
Opinion
