ભાજપના આ મંત્રીએ કહ્યું- PM મોદી અને ડૉ. મનમોહન સિંહની સરખામણી કરવી શક્ય નથી

On

કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સરકારમાં કામ કરવાના પોતાના અનુભવો ન્યૂઝ ચેનલ આજ-તક સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે PM મોદી અને ડો. મનમોહન સિંહની સરખામણી કરવી મુશ્કેલ છે. બનેંની કામ કરવાની રીતમાં જમીન આસમાનનું અંતર છે.

એક શોમાં હાજર રહેલાં કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મોદી સરકાર એક રિઝલ્ટ ઓરીએંટેડ સરકાર છે. આ સરકારમાં નિર્ણય ખુબ ઝડપથી લેવામાં આવે છે. મારા અનુભવ પરથી એટલું કહી શકુ કે આ સરકાર પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે અને તેના માટે આખી એક સીસ્ટમ કામ કરે છે.

 સિંધિયાએ કહ્યું કે એક રાજનેતા અને પ્રજા સેવક પહેલાં હુ ખાનગી ક્ષેત્રમાં બેંકર તરીકે કામ કરી ચૂક્યો છુ. એવામાં મારું એ સૌભાગ્ય કહેવાય કે મને આવી રિઝલ્ટ ઓરિએંટેડ અને પ્રોડક્ટિવિટિ ડ્રિવન સરકારમાં કામ કરવાની તક મળી. આ મારા માટે એક સોનેરી અવસર છે.

સિંધિયાએ આ ખાનગીકરણને બધાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આને કારણે એર ઇન્ડિયાનું તો ભલું થશે જ, પરંતુ પ્રજાને પણ એક સારો વિક્લપ મળશે. સાથે એવિએશન સેકટરમાં તેની નવી ભૂમિકા પણ નક્કી થશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે 30-40 વર્ષ પહેલાં માત્ર થોડા લોકો જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા, પરંતુ આજે ઉડાન યોજના હેઠળ સામાન્ય માણસ પણ હવાઇ યાત્રા કરી શકે છે. દેશમાં એરપોર્ટ નેટવર્ક નાંખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બિહારના દરભંગા જેવા શહેરમાં પણ એરપોર્ટ બન્યું અને લોકો અહીંથી મુસાફરી કરી શકે છે. સિંધિયાએ કહ્યુ કે પ્રાદેશિક કનેકિટવિટીથી દેશનો વિકાસ થશે.

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ હવાઇ યાત્રાના  આંકડા આપતા કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે 14 કરોડ લોકો મુસાફરી કરે છે. જેમાં દર વર્ષે 10 ટકા જેટલો વધારો થાય છે. રેલવેમાં વર્ષે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કલાસમાં 18 કરોડ લોકો મુસાફરી કરે છે.. સિંધિયાએ કહ્યુ હતું કે આગામી દિવસોમાં લોકો રેલવે કરતા ફલાઇટમાં વધુ યાત્રા કરતા થશે.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati