ચંદ્રયાન-3 પર સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પ્રકાશ રાજને ભારે પડી, FIR દાખલ
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અભિનેતા પ્રકાશ રાજ સામે એક સોશિયલ મીડિયા પોસ્ટને લઇ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં તેણે ચંદ્રયાન-3ની મજાક ઉડાવી હતી. પોલીસે જણાવ્યું કે ચંદ્રયાન-3 મિશન પર પોસ્ટ માટે પ્રકાશ રાજ સામે કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હિંદુ સંગઠનના નેતાઓએ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં અભિનેતા સામે ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહીની માગ કરી છે.
પ્રકાશ રાજે રવિવારે એક કાર્ટૂન શેર કર્યું હતું. જેમાં એક વ્યક્તિએ શર્ટ પહેર્યો છે અને કમર પટ્ટાથી એક વાસણમાં ચા નાખી રહ્યો છે. પ્રકાશ રાજે આ તસવીર પોસ્ટ કરતા કન્નડ ભાષામાં લખ્યું કે, તાજા ખબર...ચંદ્રયાનથી પહેલી તસવીર સામે આવી છે. વિક્રમલેન્ડર. બસ પૂછી રહ્યો છું.
પ્રકાશ રાજના કાર્ટૂનમાં દેખાઈ રહેલા વ્યક્તિ વિશે ખાસ કરીને કશું લખ્યું નહોતું. પણ સોશિયલ મીડિયા યૂઝર્સે આને ઈસરોના પૂર્વ પ્રમુખ કે.સિવનના કેરિકેચરના રૂપમાં લીધું અને અભિનેતાને આડે હાથ લીધો. અભિનેતાને આડે હાથ લેવામાં કોંગ્રેસ પ્રવક્તા અભિશેષ સિંઘવી પણ સામેલ છે. તેમણે કહ્યું કે, હું પ્રકાશ રાજની આ શરમજનક ટ્વીટની નિંદા કરું છું. ઈસરોની સફળતા ભારતની સફળતા છે.
ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના સાઉથ ધ્રુવ પર ઉતરવા તૈયાર છે. જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પહેલું લેન્ડર રહેશે. ઈસરોએ રવિવારે જણાવ્યું કે વિક્રમ રોવર 23 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યા 4 મિનિટ પર ચંદ્રની સપાટીએ ઉતરશે.
પ્રકાશ રાજે સોમવારે ટ્વીટ કરી કે, તેમની પૂર્વ પોસ્ટ જૂના પરિહાસના સંદર્ભમાં હતી જે 1969માં અમેરિકન અવકાશ યાત્રી અને ચંદ્ર પર પહેલીવાર જનાર નીલ આર્મસ્ટ્રોંગના સમયનું છે.
પ્રકાશ રાજે ટ્વીટ કરી કે, નફરત માત્ર નફરત જુએ છે. હું આર્મસ્ટ્રોંગના સમયના પરિહાસના સંદર્ભ આપી રહ્યો હતો. કેરળ ચાયવાલાનો ઉત્સવ મનાવે. કયા ચાયવાલાએ આ ટ્રોલ કર્યું જુઓ. જો તમે વ્યંગ સમજી નથી શકતા આ તમારા માટે છે. મેચ્યોર બનો. અભિનેતાના આ પોસ્ટે ઘણાં સોશિયલ મીડિયા યૂઝરોને નારાજ કર્યા.
એક વ્યક્તિએ કહ્યું કે, પ્રકાશ જી...આ ચંદ્રયાન મિશન ઈસરોનો છે. નહી કે ભાજપ નો. જો આ સફળ થાય છે તો આ ભારતની સફળતા છે નહીં કે કોઈ પાર્ટીની. તમે કેમ ઈચ્છો છો કે આ મિશન અસફળ થાય. ભાજપ માત્ર સત્તારૂઢ પાર્ટી છે. એક દિવસ આ જતી રહેશે. પણ ઈસરો વર્ષો સુધી રહેશે જે ગૌરવની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp