માનશો નહીં પરંતુ સાચું છે! રૂ.210નું પેટ્રોલ લીધું, બદલામાં હ્યુન્ડાઈ કાર મળી

PC: upkiran.org

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે પેટ્રોલ પંપ પર તમારી કારમાં 210 રૂપિયાનું પેટ્રોલ ભરાવશો અને તેના બદલામાં ફ્યુઅલ કંપની તમને કાર ગિફ્ટ કરશે. આનાથી તમને થોડા સમય માટે આશ્ચર્ય જરૂર થયું હશે. પરંતુ, ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં આ વાત સાચી સાબિત થઈ છે, જ્યાં ઈંધણ કંપનીએ એક વ્યક્તિને પેટ્રોલ ભરવાના ઈનામ તરીકે કાર ગિફ્ટ કરી છે. ખરેખર, નાયરા ફ્યુઅલ લકી ડ્રો દ્વારા સમગ્ર ભારતમાં ગ્રાહકોને ભેટ આપે છે. આ જ ક્રમમાં, ડિસેમ્બર 2023માં, ભાગલપુર જિલ્લાના એકચારીના ખેડૂત નીરજ કુમાર સિંહે ગોડ્ડાના હનવારામાં નાયરા પેટ્રોલ પંપ પર તેની બાઇકમાં 210 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, તે સમયે પેટ્રોલ પંપ પર ચાલી રહેલી લોટરી સ્કીમ માટે કુપન ભરવામાં આવી રહી હતી, જેથી તે પણ કુપન ભરીને ઘરે ગયો હતો. આ વિશે વધુ માહિતી આપતાં નીરજ કહે છે કે, માર્ચ મહિનામાં જ્યારે તેને ફોન આવ્યો કે, તેણે લકી ડ્રોમાં કાર જીતી લીધી છે, ત્યારે તેને લાગ્યું કે આ એક ફ્રોડ કોલ છે, પરંતુ જ્યારે તેને પેટ્રોલ પંપ પર આવવાનું કહેવામાં આવ્યું અને કાગળની પ્રક્રિયા પુરી કરવાનું કહ્યું, તેને વિશ્વાસ જ આવ્યો નહીં કે તેણે હ્યુન્ડાઈની વેન્યુ કાર જીતી લીધી હતી.

નીરજે કહ્યું કે એક ખેડૂત માટે કાર મેળવવી એ મોટી વાત છે અને તે આજે ખૂબ ખુશ છે. પેટ્રોલ પંપના માલિક સુધાંશુ ગોયલ પણ કારની ચાવી નીરજને સોંપતી વખતે ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કંપની સમગ્ર ભારતમાં લકી ડ્રો દ્વારા ગ્રાહકોને 10 કાર ભેટમાં આપે છે અને હનવારાનો પેટ્રોલ પંપ એટલો ભાગ્યશાળી છે કે, ગ્રાહકને બે વર્ષમાં બે વખત આ પેટ્રોલ પંપ પરથી કાર મળી છે. તેમણે કહ્યું કે છત્તીસગઢ, બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર જેવા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં, ગોડ્ડામાં હનવારાનો પેટ્રોલ પંપ એકમાત્ર એવો પેટ્રોલ પંપ છે જેના ગ્રાહકે કાર જીતી છે.

જ્યારે કાર વિજેતા નીરજ કુમાર સિંહને પૂછવામાં આવ્યું કે, જો તમે બિહારના છો અને ઝારખંડમાં પેટ્રોલ ભરાવીને કાર જીતી તો તમને કેવું લાગે છે. તેના પર તેણે કહ્યું કે, બિહાર કરતા ઝારખંડમાં પેટ્રોલ સસ્તું છે. એટલા માટે હું જ્યારે પણ ઝારખંડ આવું છું, ત્યારે અહીં પેટ્રોલ ભરાવું છું. પરંતુ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું એટલો ભાગ્યશાળી હોઈશ કે મારું નામ ભારતના 10 વિજેતાઓમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp