મહાભારતના ટાઇમથી છે ગાઝિયાબાદ પણ નામ બીજુ હતું, શું યોગી હવે બદલી નાંખશે?

PC: ndtv.com

દિલ્હીથી નજીક ઉત્તર પ્રદેશના મુખ્ય શહેર ગાઝિયાબાદનું નામ શું બદલવામાં આવશે. ફરી એક વખત ગાઝિયાબાદનું નામ બદલવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. વર્ષ 2018માં અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ તેના પર શરૂ થઈ ચૂકેલી ચર્ચા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી ચૂકી છે. સંભવ છે જલદી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રસ્તાવ પાસ કરીને આ દિશામાં પગલું આગળ વધારી દેવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાઝિયાબાદના નવા નામના રૂપમાં 2 વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે ગજનગર અને હરનંદીનગર.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વોર્ડ નંબર 100ના ભારતીય જનતા પાર્ટી (BJP) કોર્પોરેટર સંજય સિંહે પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ કર્યો છે, જેને બોર્ડની બેઠકમાં ચર્ચા માટે લાવી શકાય છે. સદનમાં ભાજપ પાસે બહુમત હોવાના કારણે પ્રસ્તાવ પાસ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાઝિયાબાદના મેયર સુનિતા દયાળે શહેરનું નામ બદલવાનો પ્રસ્તાવ મળવાની પુષ્ટિ કરી છે.

એ અગાઉ વર્ષ 2022માં પણ દુધેશ્વર નાથ મંદિરના પૂજારી મહંત નારાયણ ગિરીએ ગાઝિયાબાદનું નામ બદલવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને આવેદન આપતા કેટલાક નામોનું સૂચન કર્યું હતું. તેમણે ગાઝિયાબાદનું નામ ગજપ્રસ્થ, દૂધેશ્વર નગર કે હરનંદીપુરમ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગિરીએ કહ્યું હતું કે આ નગર મહાભારતકાલિન છે અને એક સમયે હસ્તિનાપુરનો હિસ્સો રહેતું હતું, જે અહીથી માત્ર 40 કિલોમીટર દૂર છે. આ અગાઉ અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp