પાકિસ્તાનને 20 લાખ ટન ઘઉં આપી દો, 250 રૂ. લોટનો ભાવ જોઈ દુખ થાય: કૃષ્ણ ગોપાલ,RSS

On

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે માંગ કરી છે કે ભારતે પાકિસ્તાનને 10-20 લાખ ટન ઘઉં મોકલવા જોઈએ.  તેમણે કહ્યું કે,પાકિસ્તાનમાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લોટનું વેચાણ જોઇને દુખ થાય છે.પાકિસ્તાનના આર્થિક સંકટ વચ્ચે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંઘના સહકાર્યવાહે આ વાત કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા લોકો ભલે આપણને ગાળો આપતા હોય,પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેઓ પણ ખુશ રહે. સંઘના સરસંચાલકે ભૂતકાળમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે,પાકિસ્તાનમાં ઘઉંના લોટનો ભાવ 250 રૂપિયે કિલો થઇ ગયો છે. અમને લોકોને આ જોઇને દુઃખ થાય છે. તેઓ પણ આપણા દેશના જ લોકો છે અને ત્યાં લોટ 250 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આપણે ઘઉં મોકલી શકીએ છીએ. ભારત તેમને 25-50 લાખ ટન ઘઉં આપી શકે છે, પરંતુ તેઓ માંગતા જ નથી. તેમણે વધુમાં કહ્યું કે ભારત પાસે સરપ્લસ ઘઉં છે અને ભારત આપી શકે છે. કૃષ્ણ ગોપાલે કહ્યું કે, ત્યાં રહેનારા 70 વર્ષ પહેલાં આપણી સાથે જ હતા.

 કૃષ્ણ ગોપાલે કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે ચાર-પાંચ વખત યુદ્ધ કરી ચૂક્યું છે. ભલે પછી તે 1948, 1965, 1971 કે પછી કારગીલ યુદ્ધ હોય. આમ છતા ભારતના લોકો એટલા દયાળું છે કે તેમના મનમાં એવો વિચાર આવ્યો હશે કે પાકિસ્તાનમાં લોટનો ભાવ 250 રૂપિયા થઇ ગયો છે, તો ભારતે 10-20 લાખ ટન ઘઉં પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.

તેમણે કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે અમે 'સર્વે ભવન્તુ સુખિનઃ'માં માનીએ છીએ, દરેકે ખુશ રહેવું જોઈએ. દુનિયામાં અસહિષ્ણુતા ઘણી છે. લગભગ એક મહિના પહેલા પાકિસ્તાનમાં એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને સો લોકોના મોત થયા હતા. નવાઈની વાત એ છે કે જેણે માર્યા અને જેઓ મૃત્યુ પામ્યા તે બધા કુરાનના અનુયાયીઓ હતા. ઝઘડો શું હતો? અફઘાનિસ્તાન અને સીરિયામાં યુદ્ધ નો સમગ્ર વિશ્વ અસહિષ્ણુ બની ગયું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને તેની આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવાના વિચારને એક રીતેફગાવી દીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત 'એશિયા ઈકોનોમિક સંવાદમાં'માં જયશંકરે કહ્યું હતું  કે, તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે સ્થાનિક જનતાની ભાવનાને ધ્યાનમાં રાખશે. તેમણે કહ્યું, હું મારા લોકોને જણાવીશ કે તેઓ તેના વિશે કેવું અનુભવે છે.

પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તે બહુપક્ષીય સંસ્થાઓ સાથે વાટાઘાટો કરી શક્યું નથી. તાજેતરના સમયમાં ભારતે શ્રીલંકા જેવા પાડોશી દેશોને મદદ કરી છે. જયશંકરે કહ્યું કે આતંકવાદ એ ભારત-પાકિસ્તાન સંબંધોનો મૂળભૂત મુદ્દો છે, જેમાંથી કોઈ છટકી શકતું નથી અને આપણે મૂળભૂત સમસ્યાઓને નકારી શકીએ નહીં.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati