વર્ષ 2024 સુધી ભારતના રસ્તાઓનું નેટવર્ક અમેરિકાની જેમ વિકસિત થશે: નીતિન ગડકરી

PC: tribuneindia.com

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વર્ષ 2024ના અંત સુધી ભારતમાં રસ્તાઓના ફ્રેમવર્કને અમેરિકાની જેમ વિકસિત કરવાની યોજના બનાવી રહ્યા છે. સાથે જ ગડકરીએ આગામી બે વર્ષ માટે એક પ્લાન ઓફ એક્શન જાહેર કર્યો હતો, જે હેઠળ 2024 સુધી આ પ્લાન ઓફ એક્શન અંતર્ગત ભારતમાં રસ્તાઓ અને ઇન્ફાસ્ટ્રકચર સાથે સંકળાયેલી સુવિધાઓને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.  

ગડકરીએ રાજ્યસભાના પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો ઉત્તર આપતા આ વાત કહી હતી અને માર્ગ સુરક્ષા વિશે નાગરીકોમાં જાગૃતતા નિર્માણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની માગ કરવામાં આવી હતી. આ વાતનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, ‘રસ્તાના ફ્રેમવર્કનો વિસ્તાર કરવો જ એકમાત્ર સમસ્યા નથી પણ રસ્તા એન્જિનીયરીંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ, લોકોમાં જાગૃતતા અને શિક્ષા જેવા અન્ય ઘટકો પણ છે.’ સાથે જ ગડકરીએ એ પણ કહ્યું કે, કેવી રીતે ભારતમાં સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળી જાય છે.

કોંગ્રેસ સાંસદ એલ હનુંમતૈયાના પ્રશ્નનો જવાબ આપતા ગડકરીએ આગળ કહ્યું કે, ‘રાષ્ટ્રીય રાજમાર્ગો પર દુર્ઘટનાઓની સંખ્યા અને રાષ્ટ્રીય રાજમાર્ગોને જોડતા રસ્તાઓનો વિસ્તાર કરવો સરકારની મુખ્ય ચિંતાનો વિષય છે, જેના માટે મારો મંત્રાલય દરેક શક્ય પગલાઓ લઇ રહ્યો છે.’

ગડકરીએ કહ્યું કે, કેવી રીતે ભારતમાં પ્રતિ વર્ષ અંદાજે 1.5 લાખ લોકો માર્ગ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવે છે. ‘આ આંકડૉ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનાર લોકો કરતા પણ વધારે છે.’ માર્ગ અકસ્માતોની સંખ્યા ઓછી કરવા માટે મંત્રાલય દ્વારા એક જગ્યા પર એકથી વધુથી દુર્ઘટના થવા પર બ્લેક સ્પોટ્સને જાણવામાં આવી રહ્યું છે અને મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp