સીમાના કેસમાં નવો વણાંક, બાળકોને પાક. લઈ જશે ગુલામ હૈદર, આ વકીલ સાથે કરી વાત

On

પોતાના પ્રેમ માટે પતિને છોડીને પાકિસ્તાનથી આવીને નોઇડામાં રહેતી સીમા હૈદરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં રહેતા સીમાના પહેલા પતિએ પોતાના બાળકોને પરત લઈ જવા માટે ભારતમાં એક વકીલ સાથે સંપર્ક કર્યો છે. સીમા પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈકોબાબાદની રહેવાસી છે. ગયા વર્ષે મે મહિનામાં પોતાના બાળકોને લઈને તે નેપાળના રસ્તે નોઇડા આવી હતી.

તે જુલાઈમાં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે નોઇડા પોલીસ અને એજન્સીઓએ તેના રહેવાની ભનક લાગી હતી અને તેને તેના પ્રેમી સચિન મીણા સાથે પકડી હતી. પાકિસ્તાની વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ કહ્યું કે, સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે પોતાના 4 બાળકોની કસ્ટડી મેળવવામાં મદદ માટે તેમની સાથે સંપર્ક કર્યો હતો. તેના પર તેમણે ભારતમાં વકીલ અલી મૉમિન સાથે સંપર્ક કર્યો અને તેમને આ કેસની જવાબદારી સોંપી.

તેમણે ભારતમાં કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે પાવર ઓફ એટર્ની પણ મોકલી દીધી છે. પાકિસ્તાની વકીલ બર્ની પોતાના નામથી એક ટ્રસ્ટ પણ ચલાવે છે, જે ગુમ અને અપહરણ થયેલા બાળકોની જપ્તી માટે કામ કરે છે. તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. બર્નીનો દાવો છે કે, ગુલામનો પક્ષ મજબૂત છે અને ઇન્ટરનેશનલ કાયદા મુજબ ઓછી ઉંમરના બાળકોનું ધર્મપરિવર્તન પ્રતિબંધિત છે.

તેમણે કહ્યું કે, તેના બાળકો પાકિસ્તાની નાગરિક છે. ઓછી ઉંમરના છે, એવામાં પિતાને તેમના પર પૂરો અધિકાર છે. ગુલામ માત્ર પોતાના બાળકોને પાકિસ્તાન લાવવા માગે છે. ગત દિવસોમાં એક ઇન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું હતું કે તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. તેણે પાકિસ્તાન જવાનો પણ ઇનકાર કર્યો હતો. સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે બાળકોએ પણ હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.

સીમા અને સચિનના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે, અમને એવા કોઈ પણ ઘટનાક્રમની જાણકારી નથી. જ્યારે અમને તેની બાબતે સત્તાવાર જાણકારી મળશે તો અમે જવાબ આપીશું.' ઉલ્લેખનીય છે કે સીમા અને સચિનના કેસની તપાસ વર્તમાનમાં ઉત્તર પ્રદેશ ATS દ્વારા કરવામાં આવી રહી છે. તેણે સ્થાનિક નોઇડા પોલીસ દ્વારા ધરપકડ કર્યાના થોડા અઠવાડિયા બાદ જુલાઇ 2023માં બંનેને પૂછપરછ માટે ઉઠાવ્યા હતા. સીમા મેમાં પોતાના 4 બાળકો સાથે આવી હતી અને ગુપ્ત રૂપે રબૂપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. બંનેની ગયા વર્ષે 4 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પછી સ્થાનિક કોર્ટે 7 જુલાઈએ તેમને જામીન આપી દીધા હતા. ત્યારથી બંને બાળકો સાથે રહે છે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati