માવઠાનો કૃષિ સર્વે સરકારે કર્યો પૂરો પણ ખેડૂતોને આપ્યો ઝટકો

PC: twitter.com

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા માવઠાના કારણે ખેતીનો સર્વે કરાયો હતો. કયા પાકનું કેટલું નુકશાન થયું છે તે માટે સર્વે પૂર્ણ થયો છે જેમાં ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ખેતીના સર્વેમાં નુકશાની સામે આવી નથી જેથી ખેડૂતોને કોઈ વળતર સરકાર તરફથી આપવામાં નહીં આવે.

રવિ પાકને નુકશાની થઈ હોવાની સંભાવના હોવાથી કૃષિ વિભાગે જિલ્લાઓમાં આદેશ આદેશ આપ્યો હતો. અગાઉ 48 કલાક 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કૃષિ વિભાગે સર્વેની કામગિરી પૂર્ણ કરી લીધી છે પાકને નુકશાની ના પહોંચી હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

કૃષિ વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં નુકશાન અગાઉ શિયાળા દરમિયાન જે કમોસમી વરસાદ તાજેતરમાં પડ્યો હતો ત્યારે નુકશાની ભિતીને જોતા સર્વે કરાયો હતો જે સર્વે પૂર્ણ થતા તેમાં કેટલાક તારણો સામે આવ્યા છે. પાકને નુકશાની થઈ ના હોવાથી વળતર ચૂકવવામાં નહીં આવે. જેથી જે ખેડૂતોના પાકને જો નુકશાન થયું હશે તેમના માટે આ માઠા સમાચાર છે.

આ વખતે વિવિધ વિસ્તારોમાં કપાસ, જીરુ, એરંડા, ચણા, રાયડો સહીતના મુખ્ય પાકો લેવામાં આવ્યા છે જ્યાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પણ કેટલાક જિલ્લાઓમાં થયો હતો જ્યાં ક્યાંય નુકશાન પણ થયું હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp