બિહારમાં ફ્લોર ટેસ્ટમાં નીતિશ કુમારની જીત, જાણો શું કહ્યું તેજસ્વીએ

PC: twitter.com

આખરે બિહારમાં ફ્લોર ટેસ્ટ થઈ ગયો છે અને નીતિશ કુમારે વિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવી લીધી છે. બિહાર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું હતું, જેમાં 129 ધારાસભ્યોએ નીતિશ કુમારના પક્ષમાં મત આપ્યા હતા. આ દરમિયાન વિપક્ષના નેતાઓએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. નીતિશ કુમારે કહ્યું હતું કે, અમે વિકાસનું કામ, લોકોના હિતમાં કરતા રહીશું. 2021મા સાત નિશ્ચય શરૂ કર્યા, આજે કેટલો ફાયદો થયો છે. અમે આ બધુ ચાલુ રાખીશું. બિહારનું વિકાસ થશે. સમાજના દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખીશું. 2005થી બિહારમાં કામ કરવાનું શરૂ કર્યું.

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના ડેપ્યુટી CM વિજય સિન્હાએ તેજસ્વી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ નોકરીની વાતો કરે છે. આ લોકોએ ખેતરો લખાવીને લોકોને નોકરીઓ આપી. તમારી સરકારમાં જંગલરાજ બનાવી દેવાયું હતું, પરંતુ NDA સરકારમાં અમે જંગલરાજ પર કાબૂ કરીને નાગરિકોને સુરક્ષિત જીવન આપ્યું.

તેજસ્વી યાદવે વિધાનસભામાં કહ્યું હતું કે, હવે તમારી સરકાર બની છે, તો અમે એ કહેવા માગીએ છીએ, તમારી સરકાર જૂની પેન્શન યોજના જરૂર લાગુ કરાવે. ક્રેડિટ અમે તમને આપીશું. કેન્દ્રની યોજનામાં કેટલો ઘટાડો થયો, તે યાદ આવે છે. કેબિનેટની મીટિંગમાં નીતિશ કુમાર ગુસ્સે થઈ જતા હતા.

તેજસ્વીએ બળવાખોર નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, સમય આવશે તો તેજસ્વી આવશે. ચેતન મારા નાના ભાઈ, તેના માટે તમે કંઈ ના કર્યું તો અમે ટિકિટ આપીને જીતાડવાનું કામ કર્યું. તેમના પિતા પર ચેતનના કામ પર આપી. બિહારને આગળ લઈ જવા માટે અમે યુવાનોને આગળ કરીએ છીએ. નીલમજીએ પાર્ટી બદલી અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp