ભાવનગર: ડુંગળીની અંતિમયાત્રા કાઢવામાં આવી, ખેડૂતો ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડ્યા

PC: https://news18.com

સરકારના એક નિર્ણયે ખેડુતોની હાલત એવી થઇ ગઇ કે રડવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં ખેડુતોએ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. આ વખતની શરૂઆતની સિઝનમાં કાંદાના ભાવ સારા મળી રહ્યા હતા, પરંતુ સરકારના એક નિર્ણયે ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે.

સરકારે ડુંગળી એટલે કે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે જેને કારણે ગુજરાતના ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, કારણકે કાંદાના ભાવ સાવ તળિયે બેસી ગયા છે. હવે ભાવનગરના ખેડુતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, તેમાં ખેડુતો ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા હતા. ખેડુતોએ ક્હયું કે શરૂઆતમાં અમને કાંદાના સારા ભાવ મળતા હતા, પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો એ પછી જે ડુંગળી 900 રૂપિયે મણના ભાવે વેચાતી હતી તેના સીધા 300 રૂપિયા થઇ ગયા. ભાવ તુટી જવાને કારણે ખેડુત પાયમાલ થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ખેડુતોએ કહ્યું કે અમારા માટે ડુંગળી મરી પરિવારી છે એમ માનીને અમે સરાકર સામે વિરોધ કરવા ડુંગળીની અંતિમયાત્રા કાઢી છે અને અંતિમાયાત્રામાં ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડુતોએ ડુંગળીની અંતિમયાત્રામાં મરસિયા ગયા હતા અને ખેડુતો મોટે મોટેથી બોલી રહ્યા હતા કે ‘ડુંગળીમાં મરી ગયા, રામ બોલો ભાઇ રામ’

ખેડુતોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વખતે ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો હતો અને કાપણી સમયે પણ સારો ભાવ ચાલતો હતો. પરંતુ સરકારે અચાનક ડુંગળી પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેને કારણે ખેડુતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સરકાર આ નિર્ણય પાછો લે, નહીં તો અનેક ખેડુતો પાયમાલ થઇ જશે.

ગુજરાતમાં ક્યાં તો ટામેટા ક્યાતો કાંદાનો ઇશ્યુ ધમધમતો જ રહેતો હોય છે. થોડા સમય પહેલાં ટામેટાના ભાવો આસમાને પહોંચી ગયા હતા, તો હવે કાંદાના ભાવો તળિયે આવી ગયા છે.

ગુજરાતના ખેડુતો માટે આ વખતનું ચોમાસું પ્રમાણમાં સારુ રહ્યુ હતું, એટલે ખેડુતોનો પાક તો સારો થઇ રહ્યો છે. જો કે અનેક વખત એવું જોવા મળે છે કે ખેડુતોને પાકનો પુરતો ભાવ ન મળે તો રસ્તા પર શાકભાજી ઠાલવી દે છે. ભાવનગરના ખેડુતોએ આ વખતે અંતિમયાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp