બેટ દ્વારકાના બોટધારકો બોલ્યા- બ્રિજ બની જશે તો પેઢીઓથી ચાલતી રોજગારી છીનવાશે

PC: twitter.com

ભગવાન કૃષ્ણની નગરી બેટ દ્રારકા જે એક જમાનાં સોનાની નગરી તરીકે ઓળખાતી હતી ઓખાથી બેટ દ્રારકા જવા માટે અત્યાર સુધી લોકો બોટ મારફતે જતા હતા, પરંતુ હવે ઓખા- બેટ દ્રારકા વચ્ચે સરકારે સિગ્નેચર બ્રિજનું નિર્માણ કર્યું છે જે હવે પુરુ થવાને આરે છે અને નજીકના દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનું ઉદઘાટન કરવા માટે આવી શકે છે. આ બ્રિજ દેશમાં અનોખો છે અને 900 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. હવે આ બ્રિજ બનવાને કારણે પેઢીઓથી  ફેરીનો ધંધો કરનારા અનેક લોકોમાં  રોજગારી છિનવાઇ જવાની ચિંતા ઉભી થઇ છે.

ઓખાથી બેટ દ્રારકા જવા માટે 180 બોટ ઓપરેટ થાય છે અને લગભગ ત્રણેક હજાર લોકો આમાંથી રોજગારી મેળવે છે. ફેરી ઓપરેટરોએ સરકારને રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp